ગોધરા તાલુકાના નદીસરમાં કોન્ટ્રાકટરે પાણીના સંપનુ અધુરુ કામ છોડતા મુશ્કેલીઓ

નદીસર,ગોધરા તાલુકાના નદીસર ગામે કોન્ટ્રાકટર દ્વારા પાણીના સંપની કામગીરી અધુરી રખાતા બાજુમાં રહેલી ટાંકી અને કુવા પર ચોમાસામાં જોખમ ઉભુ થવાની શકયતા છે.

ગોધરા તાલુકાના નદીસર ગામે હાઈસ્કુલ પાસે આવેલા વોટર વર્કસ સંકુલમાં ગામના વિસ્તારો તેમજ પેટા ફળિયાઓમાં નલ સે જલ યોજના હેઠળ પાણી આપવા પાણીનો સંગ્રહ માટે મંજુર કરવામા આવેલ ભુગર્ભ પાણીનુ ટાંકીનુ કામ છેલ્લા ચારેક માસથી કોન્ટ્રાકટર દ્વારા અધુુરૂ છોડીને બીજે કામ શરૂ કરવામાં આવતા નદીસર પંથકમાં આ અંગે અનેક તર્કવિતર્કો સર્જાયા છે. આ સાથે જો તાત્કાલિક આ ભુગર્ભ ટાંકીનુ કામ તાત્કાલિક યુદ્ધના ધોરણે પુરૂ કરવામાં ના આવે અને વરસાદ આવી ગયો તો આ સંકુલમાં રહેલ આશરે દોઢ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતા પાણીની ટાંકી અને વોટર વર્કસના જુના કુવામાં અસ્તિત્વ સામે જોખમ ઉભુ થવાની શકયતા રહેલી છે. આ અંગે વારંવાર પાણી પુરવઠા વિભાગ ગોધરાનો મોૈખિક સંપર્ક કરવામાં આવતા એક જ જવાબ મળે છે કે ટુંક સમયમાં કામ ચાલુ થઈ જશે. સતત ત્રણ-ચાર માસથી એક જ જવાબો મળે છે. અને કામ ચાલુ થયુ નથી આ તરફ આ ભુગર્ભ ટાંકીનુ કામ કરવા માટે જરૂરી સામાન લાવવા લઈ જવા માટે હાઈસ્કુલ સંકુલની દિવાલ બે બાજુથી તોડીને રસ્તો બનાવવામાં આવ્યો છે. જેથી જો ચોમાસામાં પાણી ભરાય તો સંપ તરફ ભરાતા પાણીના કારણે હાઈસ્કુલમાં ભણતા વિધાઓને પણ જોખમ રહેલુ છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે,તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા વિભાગ દ્વારા આ સંપનુ કામ પુર્ણ કરવા માંગ કરી છે.