ગોધરા-અમદાવાદ હાઈવે દરૂણિયા પાસે ટ્રકનુ ટાયર ફાટતા ટ્રકમાં લાગેલ આગમાં ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો

ગોધરા, ગોધરા શહેરના અમદાવાદ હાઈવે રોડ ઉપર દરૂણીયા ગામ પાસેથી પસાર થતી ટ્રકનુ ટાયર ફાટતા આગ લાગી હતી. ટ્રકમાં લાગેલ આગને લઈ ચાલક ફરાર વિભાગનો સંપર્ક કરતા પાલિકા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ ઉપર દરૂણીયા ગામ પાસેથી આજે વહેલી સવારે પસાર થતી ટ્રક જે ભોપાલથી અનાજનો લોટ ભરીને ભુજ તરફ જઈ રહી હતી. ત્યારે દરૂણીયા ગામ પાસે ટ્રકનુ ટાયર ફાટતા આકસ્મિક આગ લાગી હતી. અચાનક ટ્રકમાં લાગેલ આગને લઈ અફરા તફરી મચી જવા પામી હતી. ટ્રક ચાલકે ગોધરા ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા ફાયર ફાયટરો દોડી આવી પાણીનો મારો ચલાવીને આગ ઉ5ર કાબુ મેળવ્યો હતો. ટ્રકમાં લાગેલ આગના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. ટ્રકમાં લાગેલ આગના કારણે ટ્રકમાં ભરેલ લોટ બળીને ખાખ થઈ ગયો હતો.