લુણાવાડાના સોનેલા કડાણા સબ માઈનોર કેનાલમાં પુરાણ કરી બાંધકામ થતાં અનેક વિવાદો


લુણાવાડા,
લુણાવાડાના સોનેલા ગામે કડાણા સબ માઈનોર કેનાલમાં પુરાણ કરી દુકાનો બની જતા અનેક વિવાદો સામે આવ્યા છે. કેનાલ ગાયબ કરી દુકાનોનુ બાંધકામ કરાતા જમીન પરથી કેનાલ ગાયબ જોવા મળી રહી છે.

સોનેલા ગામે આવેલ કડાણા કેનાલ મારફતે કેટલાય એવા ગામોના ખેડુતોને પિયત માટે પાણી મળી રહેતુ હતુ પરંતુ હવે પાણી ન મળતા ખેડુતો પણ સિંચાઈના અધિકારીને રજુઆત કરી કેનાલ ખુલ્લી કરાવવા અનેક રજુઆતો છેલ્લા બે વર્ષથી કરી રહ્યા છે. પરંતુ કોઈ જ કાર્યવાહ કરવામાં આવી નથી. આવી બે વર્ષ અગાઉ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા બાંધકામ કરતા બિલ્ડરોને માત્ર નોટિસ આપી સંતોષ માણી લેવામાં આવ્યો છે. બિલ્ડરો દ્વારા કેનાલમાં પુરાણ કરતા સમયે કેટલાંક અરજદારો દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓને રજુઆતો કરવામાં આવી હતી.પરંતુ જાણે સિંચાઈ વિભાગના અધિકારીઓ કોઈ જ કાર્યવાહી ન કરાતા આજે બાંધકામ તૈયાર થઈ ગયુ છે અને મોટી મોટી દુકાનો બનાવી મોટી મોટી રકમ વસુલી કમાણી કરી દુકાનોનુ ભાડુ પણ વસુલ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ગાંધીનગરના ઉચ્ચઅધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો મસમોટુ કોૈભાંડ બહાર આવે તો નવાઈ નહિ અને ખેડુતો દ્વારા દુકાનો તોડી કેનાલ ખુલ્લી કરવા માંગ ઉઠી છે.