ગોધરા તાલુકાના મહેલોલ-બગીડોર રોડ સ્મશાન પાસે 21 વર્ષિય યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો

ગોધરા, ગોધરા તાલુકાના મહેલોલથી બગીડોર જવાના રોડ ઉપર સ્મશાન પાસે જીતપુરા ગામના 21 વર્ષિય યુવાન કોઈ અગમ્ય કારણોર માથાના ભાગે અને મોઢાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ હોય આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના મહેલોલથી બગીડોર જવાના રોડ ઉપર સ્મશાન પાસેથી જીતપુરા ગામે પ્રણામી ફળિયામાં રહેતા હિેરેનકુમાર મનુભાઈ પરમાર(ઉ.વ.21)માથાના ભાગે અને મોઢાના ભાગે કોઈ કારણોસર ઈજાગ્રસ્ હાલતમાં મળી આવેલ હોય જેને દવા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.