ગોધરા, ગોધરા તાલુકાના છકડીયા ગામે ડેટીવાળા ફળિયામાં રહેતા 30 વર્ષિય યુવાને કોઈ અગમ્ય કારણોસર ધરમાં ગળેફાંસો ખાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના છકડીયા ગામે ડેટીવાળા ફળિયામાં જયદિપભાઈ રયજીભાઈ બારીયા(ઉ.વ.30)એ કોઈ અગમ્ય કારણોસર લાગી આવેલ હોય જેને લઈ પોતાના ધરમાં ગળેફાંસો ખાઈ આપધાત કરવાનો પ્રયાસ કરેલ હોય તેને બચાવી લઈને દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.