દાહોદ, દાહોદ જીલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ફતેપુરા ખાતે પ્રવેશસત્ર – 2024 અન્વયે વિવિધ પ્રકારના વ્યવસાયિક કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ઈચ્છુકોએ પ્રવેશ ફોર્મ રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગર ખાતેની વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in પર ફોર્મ ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાની ફી 50 રૂ. ભરવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા. 13-06-2024 છે. વધુ જાણકારી માટે સંસ્થા ખાતેના હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ફતેપુરા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.