- સ્વરાજમિનરલ્સમાં 1249.32 મેટ્રિક ટન અને સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝમાં 1023.99.મેટ્રિક ટનબિન અધિકૃત પથ્થર મળતા કડક કાર્યવાહી.
બાલાસિનોર, મહીસાગર જીલ્લામાં એક માત્ર છે. જીઆઇડીસી બાલાસિનોરમાં આવેલી છે. જ્યાં માત્ર સફેદ દ્વારા પથ્થરને ભાંગીને પાવડર બનાવવાનું તેમજ સો – મીલ આવી સિવાયના અન્ય પ્લોટો રોકાણકારો માટે રાખ્યા હોય તેમ પૈકી પડી રહ્યા છે. ત્યારે મહીસાગર જીલ્લા ખાણ ખનીજ વિભાગે પથ્થર ક્રશર કરતી બે મિનરલ ફેક્ટરીઓ સામે દંડની જોગવાઈ ફ્લોર અનુસાર કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર જીઆઈડીસિમાં 11 જેટલી સફેદ પથ્થર ક્રશર કરતી ફેક્ટરીઓ રાત દિવસ ધમધમે મહીસાગર જીલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ફેક્ટરીઓમાં રોયલ્ટી બાબતે તપાસ હાથ ધરવામાં હતી. જેમાં બાલાસિનોરની બે ફેક્ટરીઓ સ્વરાજ મિનરલ્સમાં 1249.32 બિનઅધિકૃત મેટ્રિક ટન પત્થર મળી આવ્યા હતા, જ્યારે સિલિકા ઈન્ડસ્ટ્રીઝમાં 1023.99.મેટ્રિક ટન બિન અધિકૃત પથ્થર મળી આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ મહીસાગર દ્વારા સ્વરાજ મિનરલ્સને 3.74 લાખ રૂપિયા અને સિલિકા ફ્લોર ઈન્ડસ્ટ્રીઝને 3.07 લાખનો દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે ખાણ ખનીજ અધિકારી ચંદ્રેશ પરમારે જણાવ્યું હતું કે, મહીસાગર જીલ્લામાં હાલ ભૂમાફિયાઓ બેફામ બનતાં રાત્રિ દરમ્યાન બે ટીમો બનાવી સતત પેટ્રોલિંગ કરાય છે. ત્યારે મહીસાગર જીલ્લામાં પ્રતિ મહિનામાં 10 કરોડ રોયલ્ટી આવક સામે ગત મહિને 13 કરોડ એટલે એક મહિનામાં ત્રણ કરોડ આવકનો વધારો થયો છે.