- વિવિધ સ્થળોએ ગોઠવેલા સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર.
- મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા સાઈન કેમ્પેઇનને લોકો સમક્ષ ખુલ્લુ મુંકાયુ.
મહીસાગર,
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 માટે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી તંત્ર સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે, એવામાં નવા યુવા મતદારોને ચૂંટણીના મહત્વને સમજાવવા મનોરંજન અને સર્જનાત્મક પ્રવતિઓનો પણ બખુબી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મહીસાગર જિલ્લામાં વિવિધ સ્થળોએ ગોઠવેલા લોકશાહીના અવસર અંગેના સેલ્ફી પોઇન્ટ તમામ વય જુથના મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. નાગરિકો આ સેલ્ફી પોઇન્ટ ઉપર મિત્રો સહિત ફોટો લઇ પોતે મતદાન કરવા માટે તૈયાર છે અને અન્યને મતદાન કરવાની અપિલ કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ પ્રવૃતિઓ દ્વારા મતદારોને આગામી ચૂંટણીમાં પોતાનો અમુલ્ય મત આપી લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવવા અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાંના એક નવતર પ્રયોગ સ્વરૂપે મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા દ્વારા સાઈન કરી સાઈન કેમ્પેઇન ચાલુ કરવામાં આવ્યું. જે અંતર્ગત જિલ્લાના અમુક સ્થળોએ સાઈન બોર્ડ મુકવામાં આવ્યા છે, જેમાં સાઈન કરી તમે મતદાન કરવા માટે પ્રણ લઈ શકો અને બીજાને પણ આવું કરવા માટે પ્રેરણા આપી શકો છો. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સમજ અપાઈ રહી છે.