ગોધરાના મેરપ ગામે રેતી ખનન કરી રહેલા બે હિટાચી મશીન સાથે બે આરોપીને ઝડપ્યા

ગોધરા, ગોધરા તાલુકાના મેરપ ગામે ગેર કાયદેસર રીતે રેતીનું ખનન કરી રહેલા બે હિટાચી મશીન સાથે દોઢ કરોડના મુદ્દામાલ સાથે બે આરોપીની અટકાયત કરી મુદ્દામાલ ને સીઝ કરીને ગોધરા કલેક્ટર ખાતે મૂકવામાં આવતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

પંચમહાલ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ખનીજનું ખનન અને વહન કરવાની પ્રવૃતિએ માઝા મુકી છે અને દિન પ્રતિ દિન બેરોકટોક રેતી,સફેદ પથ્થર, બ્લેક ટ્રેપ સહિત ખનીજની બિન્દાસ પણે હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે આ ખનીજ માફીયાઓ સામે પંચમહાલ જીલ્લા ખાણખનીજ વિભાગનાં અધિકારી નીરજ ગામીત અને તેમની ટીમે ખનન માફિયા ઉપર વોચ ગોઠવી તેમની દરેક હિલચાલ ઉપર નજર રાખવામાં આવી છે. ત્યારે ગોધરા તાલુકાના મરેપ ગામે ગેર કાયદેસર બે હિટાચી મશીન દ્વારા રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે, તે બાતમીના આધારે પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ ની ટીમ ગોધરા તાલુકાના મેરપ ગામે ચેકિંગ દરમિયાન બે હિટાચી મશીન સાથે 1.5 કરોડ મુદ્દામાલ કબજે કરી બે ઇસમોની અટકાયત કરી તેમની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે પકડાયેલ હિટાચી મશીન ને ગોધરા કલેકટર કચેરી ખાતેથી સીઝ કરીને મૂકવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.