ગોધરા પાંજરાપોળ શાકમાર્કેટમાં શ્રી સેવા ઓર્ગેનાઈઝેશન દ્વારા છાસનું વિતરણ કરાયું

ગોધરા, છાશ વિતરણ પાંચમો દિવસ : જન સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતા શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન ના સભ્યો : ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગોધરા નગરના રાહદારીઓને ગરમીમાં રાહત મળે તે હેતુથી શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન યુએસએ અને ઇન્ડિયાના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર યોગેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પાંજરાપોળ રોડ શાકભાજી માર્કેટ, અનિલ સોની પત્રકાર માર્ગ પાસે મફત ઠંડી છાશનું વિતરણ કરવામાં આવતા રાહદારીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને આયોજકોને આશીર્વાદ આપતા હતા. વિદેશમાં રહેવા છતાં વતનમાં પોતાના ભાઈબંધુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન મળે તે માટે આરોગ્યલક્ષી, શૈક્ષણિક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે જરૂરિયાતમંદોને ભોજન, કપડા, ઉપરાંત જરૂરિયાતમંદ દીકરીના લગ્ન કરાવવા ઉપરાંત નવા શૈક્ષણિક સત્ર દરમિયાન ગરીબ બાળકોને નોટબુકોનું મફત વિતરણ સુધીની તમામ તૈયારીઓ દર્શાવતા એન.આર.આઈ. ડોક્ટર યોગેશભાઈ જોશી અને એસ્ટ્રોલોજર પ્રીતિબેન જોશીને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. તારીખ 24મે 2024 ના રોજ સંસ્થાના ઉપપ્રમુખ પ્રદિપ સોની પત્રકાર, રાકેશભાઈ જોશી, વિશ્ર્વ હિન્દુ પરિષદના શંભુપ્રસાદ શુક્લ, પીઢ પત્રકાર ભરતભાઈ ખરાદી, પાંજરાપોળ યુવક મંડળના મનીષભાઈ શર્મા, કમલેશભાઈ શર્મા, દીપકભાઈ મિસ્ત્રી, પત્રકાર રોહન સોલંકી આ સેવાયજ્ઞમાં જોડાયા હતા.