શહેરા, શહેરા તાલુકાના ધાંંધલપુર ગામે મરણજનાર સાથે આરોપીઓએ બોલાચાલી ઝગડો કરી ગળુ દબાવી હત્યા કરનાર આરોપીઓ સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ઝડપી પાડી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. આરોપી રેખાબેન પટેલ દ્વારા રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન કોટે ર જામીન અરજી નામંજુર કરી.
શહેરા તાલુકાના ધાંધલપુર ગામે રહેતા આરોપી જીતેન્દ્રકુમાર રમેશભાઇ પટેલીયા, રેખાબેન રમેશભાઇ પટેલ સાથે મરણજનાર પ્રવિણભાઇ મણીભાઈ પટેલ સાથે તું આવું બોલ્યો કેમ તેમ કહી આરોપીઓએ મરણજનાર સાથે ઝગડો કર્યો હતો અને બન્ને આરોપીઓ દ્વારા પ્રવિણભાઇ પટેલનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાંં આવી હતી. આ બાબતે શહેરા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આધારે બન્ને આરોપીઓની ધરપકડ કરી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. બે આરોપી પૈકી રેખાબેન રમેશભાઇ પટેલ દ્વારા રેગ્યુલર જામીન અરજી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં કરેલ હતી. તે રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. તે રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વારા દલીલો કરવામાં આવતાં આરોપી રેખાબેન પટેલની જામીન અરજી નામંજુર કરવામાં આવી.