પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા મુસ્લીમોને ઓબીસી કોટામાં સમાવેશના નિવેદનમાંં વિરોધમાં પંચમહાલ ભાજપ બક્ષીપંચ મોરચાએ મમતા બેનરજીના પુતળાનું દહન કર્યું

ગોધરા, પશ્ચિમ બંગાળમાં હાઈકોર્ટ દ્વારા ઓબીસી મુદ્દે આવેલ ચુકાદા બાદ મમતા બેનરજીએ મુસ્લીમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરાવાની જાહેરાત કરી હોય જેને લઈ પંચમહાલ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ગાંધી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરી મમતા બેનરજીના પુતળાનું દહન કર્યું.

પશ્ચિમ બંગાળ હાઈકોર્ટ દ્વારા ઓબીસી મુદ્દે ચુકાદો આવ્યો હતો. જેની સામે મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે, મુસ્લીમોને ઓબીસી કોટામાંં સમાવેશ કરાશે. આ નિવેદન બાદ ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને પગલે પંચમહાલ ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા આજરોજ ગાંધી ચોક ખાતે મમતા બેનરજી વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું..