ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચુંટણી અધિકારીઓને મેજીસ્ટ્રીયલ અધિકારો આપવા બાબત

દાહોદ,

જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિમણુંક પામેલા અને મેજીસ્ટ્રેટીયલ અધિકાર ન ધરાવતા ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચુંટણી અધિકારીઓને તેઓના મતવિસ્તાર પુરતા હુકમની તારીખથી ચુંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધીના સમય માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 ની કલમ 21 હેઠળ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના આ અધિનિયમની કલમ 44, 103, 104, 129 અને 144 ના અધિકારો આપવા આદેશ કર્યા છે.

તદ્દનુસાર, આ આદેશમાં ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી ફાલ્ગુન પંચાલ, ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી સી.બી. પરમાર, દાહોદ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી વિરેન્દ્ર ચાવડા, ગરબાડા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી મિતેશકુમાર વસાવાનો સમાવેશ થાય છે.