વડોદરા, શહેરમાં એક ફરસાણની દુકાનમાં બાળ મજૂરી મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ફરસાણની દુકાનમાં કામ કરતા બાળમજૂરને લઈને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટસે કાર્યવાહી કરતા તેને મુક્ત કરાવ્યો. આ બાળક છેલ્લા એક મહિનાથી ફરસાણની દુકાનમાં કામ કરતો હતો. બાળ મજૂરી એક અપરાધ છે અને આ મામલે દુકાનના માલિક પ્રવિણ શર્માની ધરપકડ કરવામાં આવી છે.
ફરસાણની આ દુકાન કારેલીબાગ વિસ્તારમાં આવેલ છે. ચોખેલાલજી નામની પ્રખ્યાત ફરસાણની દુકાનમાં એક મહિનાથી બાળ મજૂરનું શોષણ થતું હતું. બાળ મજૂરની ઉંમર ૧૫ વર્ષ છે. કાયદા મુજબ સગીર વયના બાળકોને નોકરી પર રાખવામાં આવતા નથી. જ્યારે ૧૫ વર્ષીય આ બાળક ફરસાણની દુકાનમાં નોકરી કરતા હતો અને તેને પગારપેટે ૯ હજાર રૂપિયા અપાતા હતા. બાળ મજૂરી મામલે કામ કરતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટએ દુકાનદાર સામે કાર્યવાહી કરતા કુંભારવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી.
એન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમ મહિલાઓ અને બાળકોના શોષણ અટકાવવા મામલે કામગીરી કરી છે. તાજેતરમાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમને બાતમી મળી હતી કે કારોલીબાગ વિસ્તારમાં આવેલ એક ફરસાણની દુકાનમાં નાના બાળકો પાસે મજૂરી કામ કરવામાં આવી રહ્યું છે. આ ટીમે પેટ્રોલીંગ કરતા ચોખેલાલની દુકાન પર દરોડો પાડ્યો. જ્યાં તપાસમાં ૧૫ વર્ષનો એક સગીર છોકરો કામ કરતો મળી આવ્યો. તેની પૂછપરછ કરતાં આ છોકરાએ જણાવ્યું કે તે દુકાનમાં ૯ હજારના માસિક પગારે કામ કરે છે. બાળકોના અભ્યાસની ઉંમરે તેમની પાસે કામ કરાવવામાં આવતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ ચોખેલાલજી ફરસાણના દુકાનદારની ધરપકડ કરી. દુકાનદાર પ્રવીણલાલ શર્મા કારેલીબાગ વિસ્તારની ગુલમહોર સોસાયટીમાં રહે છે. તેમના વિરુદ્ધ પોલીસે જુવેઈનાઈ જસ્ટીએસ એક્ટ મુજબ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.