પાલનપુર, શહેરનો એક યુવક સાથે લાખોની ઠગાઈ થઈ. કાણોદર ગામનો યુવક છેતરપિંડીનો ભોગ બન્યો. આ યુવકને કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી લાખોની ઠગાઇ થઈ. યુવકને એક શખ્સ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અધિકારીના નામે ધમકી આપવામાં આવી. અધિકારી બની યુવક સાથે ઠગાઈ કરવામાં આવી.
કાણોદર ગામના યુવક નકલી અધિકારીના ઢોંગ કરનાર વ્યક્તિનો શિકાર બન્યો. ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી બનેલ આ બનાવટી શખ્સે યુવકને કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહ્યું. આમ કહી યુવક પાસેથી ૩૨ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. આ શખ્સે પોતે ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું જણાવતા યુવક પાસેથી બેંક એકાઉન્ટની પણ માહિતી લીધી. અધિકારીની ધમકી આપતા યુવકે પણ પોતાની બેંકની તમામ વિગતો નકલી અધિકારીને આપી. જેના બાદ યુવકના ખાતામાંથી ૩૨ લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. કુરિયર આપવા આવેલ વ્યક્તિએ નકલી ક્રાઈમ બ્રાંચના અધિકારી બની યુવક પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા. યુવકને આ બાબતની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.