નવીદિલ્હી, ભારતીય હવામાન ખાતા તરફથી અપાયેલી જાણકારીમાં કહેવાયું છે કે બંગાળની ખાડી પર એક ઓછા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી ૨૪ કલાક ખુબ મહત્વના છે. ૨૪મી મે એટલે કે શુક્રવારે સવાર સુધીમાં તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક દબાણમાં ફેરવાય તેની સંભાવના છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ત્યારબાદ તે વધુ તીવ્ર બની જશે. જો આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તો તેનું નામ ’રેમલ’ રાખવામાં આવશે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ચક્રવાત ૨૭મી મે સુધી ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે. આથી હવામાન વિભાગે ૨૮મી મે ૨૦૨૪ની આજુબાજુ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડી ઉપર બની રહેલા આ દબાણના પગલે હવામાન વિભાગે કોલકાતામાં આંધી તોફાન અને વીજળી પડવાના જોખમને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. આખું અઠવાડિયું વરસાદ પડે તેવી શક્યતા છે. ૨૫મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અહીં પણ ૬૪.૫ મિમી થી ૧૧૫.૫ મિમી સુધી વરસાદ પડી શકે છે.
વાવાઝોડાનો રૂટ ભારતના ચોમાસાના આગમન પર અસર પાડી શકે છે. જો રેમલ ભારતીય તટ તરફ આગળ વધે તો તે વાસ્તવમાં ચોમાસાની શરૂઆતમાં મદદ કરી શકે છે. જેનાથી વિપરિત મ્યાંમાર તરફ ઉત્તરની બાજુ આગળ વધવાથી ચોમાસાના આગમનમાં મોડું થઈ શકે છે. અત્યાર સુધી હવામાન વિભાગે ૩૧ મેની આજુબાજુ કેરળમાં ચોમાસુ બેસવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે આ અંગે હવામાન વિભાગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ૨૪મી મેના રોજ સવારથી ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર બંગાળની ખાડીની આજુબાજુના વિસ્તારોમાં તથા ૨૫મી મેના રોજ સવારથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર પશ્ચિમ તથા પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ૨૪ કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે. ઓડિશાના વિશેષ રાહત આયુક્તે જિલ્લાધિકારીઓને સતર્ક રહેવાનું અને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે.
૨૫મી મેના રોજ ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લાના અનેક ભાગોમાં હળવાથી મયમ વરસાદ તથા કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ભાગોમાં ૬૪.૫ મિમીથી ૧૧૫.૫ મિમી સુધી વરસાદ પડી શકે છે. ૨૫મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્ય મ વરસાદ તથા કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જો આ હળવું દબાણ વાવાઝોડામાં ફેરવાય તો તેનું નામ રેમલ હશે.