દાહોદ,
દાહોદ જિલ્લામાં જેમ જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવતી જાય છે. તેમ તેમ દાહોદ જિલ્લા પોલીસ પણ સક્રિયતા દાખવી ચુંટણી ટાણે કોઈ અનીચ્છીય બનાવ ન બને અસામાજીક તત્વો તેમજ બુટલેગરો પર લગામ કરવા કમર કસી છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા એકજ દિવસમાં પ્રોહીના બનાવોમાં, ગેરકાયદે ગાંજાના છોડનો મુદ્દામાલ, જુગાર ધારાના ગુન્હાઓ, નાસતા ફરતાં આરોપીઓ, બિનજામીનલાયક વોરંટવાળા ઇસમો ની બજવણી કરવામાં જેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ચુંટણીને ધ્યાનમાં લઈ સઘન કામગીરી કરી રહી છે. જેમાં પ્રોહીબીશનમાં જેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ- 07 કેસો જેમાં કુલ બોટલો નંગ. 1391, જેની કી.રૂ.85,025/- નો ભારતીય બનાવટનો વિદેશી પ્રોહી મુધ્દામાલ તથા ગુનાના કામે વપરાયેલ 02 વાહનની કીંમત રૂ.6,00,000/- અને મોબાઇલ ફોન -01 કી.રૂ.3,500/-ના મુધ્દામાલ સાથે પકડી પાડેલ છે તથા દેશી દારૂના કુલ- 21 કેસો , 92 લીટર જેની કીંમત રૂપીયા – 1840/-નો પ્રોહી મુધ્દામાલ જપ્ત કરેલ છે. જુગારધારાના ગુનામાં અંગ ઝડતીમાંથી રોકડા રૂ.31,080/-, મોબાઇલ ફોન-03 કી.રૂ.6,000/- તથા કેલ્કયુલેટર-01 કી.રૂ.100/- મળી કુલ કી.રૂ.37,180/- નો મુધ્દામાલ જપ્ત કરેલ છે. ગાંજાના છોડ નંગ- 203 જેનું વજન- 255.925 કી.ગ્રામ જેની કુલ કી.રૂ.25,59,250/- મુધ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. જુગારધારા કલમ 12(અ) મુજબના ગુનાના કામે રેઇડ કરી આ કામના કુલ- 08 આરોપીઓ પૈકી 04 આરોપીઓને જીલ્લા એલ .સી. બી શાખા, દાહોદ ના અધિકારી/ કર્મચારીઓએ બાતમી આધારે રેઇડ કરી આરોપીને પકડી ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ગરબાડા તાલુકામાંથી વનસ્પતિ જન્ય ગાંજાના ફુલ છોડ નંગ- 44 જેનું વજન- 28.640 કી.ગ્રામ જેની કી.રૂ.2,86,400/-ના મુદ્દામાલ સાથે આ કામના આરોપીને ઝડપી પાડી જીલ્લા એસ.ઓ.જી શાખા, દાહોદના અધિકારી/ કર્મચારીઓએ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. દેવગઢ બારીઆ તાલુકામાંથી વનસ્પતિ જન્ય ગાંજાના ફુલ છોડ નંગ- 82 જેનું વજન- 127.500 કી.ગ્રામ જેની કી.રૂ.12,75,000/-ના મુદ્દામાલ સાથે આ કામના આરોપીને ઝડપી પાડી જીલ્લા એસ.ઓ.જી શાખા, દાહોદના અધિકારી/ કર્મચારીઓએ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. દેવગઢ બારીઆ તાલુકામાંથી વનસ્પતિ જન્ય ગાંજાના ફુલ છોડ નંગ- 77 જેનું વજન- 99.785 કી.ગ્રામ જેની કી.રૂ.9,97,850/-ના મુદ્દામાલ સાથે આ કામના આરોપીને ઝડપી પાડી જીલ્લા એસ.ઓ.જી શાખા, દાહોદના અધિકારી/ કર્મચારીઓએ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
દાહોદ તાલુકા માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ-312 જેની કી.રૂ.31,536/-નો પ્રોહી મુધ્દામાલ સ્થાનિક પો.સ્ટે.ના અધિકારી/ કર્મચારીઓએ બાતમી આધારે રેઇડ કરી ગુનાના કામે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. કતવારા વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની બોટલો મળી કુલ બોટલો નંગ- 258 જેની કી.રૂ.30,184/-નો પ્રોહી મુધ્દામાલ તથા ગુનાના કામે વપરાયેલ વાહનની કી.રૂ.2,50,000/- મળી કુલ કી.રૂ.2,80,184/-નો મુધ્દામાલ સ્થાનિક પો.સ્ટે.ના અધિકારી/ કર્મચારીઓએ બાતમી આધારે રેઇડ કરી ગુનાના કામે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પીપલોદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ની બોટલો મળી કુલ બોટલો નંગ. 720, જેની કી.રૂ.77,040/-નો પ્રોહી મુધ્દામાલ તથા ગુનાના કામે વપરાયેલ વાહનની કી.રૂ.3,00,000/- અને મોબાઇલ ફોન કી.રૂ.3500/- મળી કુલ કી.રૂ.3,80,540/-નો મુધ્દામાલ સ્થાનિક પો.સ્ટે.ના અધિકારી/ કર્મચારીઓએ બાતમી આધારે રેઇડ કરી ગુનાના કામે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
દેવગઢ બારીયા વિસ્તાર માંથી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો/વોન્ટેડ આરોપી નામે વિજયભાઇ બચુભાઇ જાતે.બારીયા રહે. જુનાબારીયા, તા.દેવ.બારીયા, જી. દાહોદ નાને સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી/ કર્મચારીઓએ બાતમી આધારે રેઇડ કરી આ કામના આરોપીને પકડી ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પીપલોદ વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો/વોન્ટેડ આરોપી નામે ગેમાભાઇ ઉર્ફે ભીમસીંગભાઇ કાળુભાઇ જાતે.બારીયા રહે. ચંચેલાવ બારીયા ફળીયું, તા.ગોધરા , જી.પંચમહાલ નાને સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી/ કર્મચારીઓએ બાતમી આધારે રેઇડ કરી આ કામના આરોપીને પકડી ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ-35 બિનજામીનલાયક વોરંટવાળા ઇસમો ની બજવણી કરવામાં આવેલ છે તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી-107 હેઠળ કુલ-78 ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને સી.આર.પી.સી-151 હેઠળ કુલ-79 અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-109 હેઠળ કુલ-08 અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-110 હેઠળ કુલ-316 અટકાયતી પગલા લીધેલ છે તથા પ્રોહી-93 ના હેડ હેઠળ કુલ-58 મળી કુલ-481 અટકાયતી પગલા લીધેલ છે. જીલ્લામાં લાયસન્શ ધરાવતા હથિયારપરવાનેદારોના કુલ-60 ના હથિયારો જમાં લેવામાં આવેલ છે. આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે.