વડોદરાની મહી નદીમાંથી એક સાથે મળ્યા ચાર યુવકોના મૃતદેહ

વડોદરા, રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે આવામાં લોકો ઠંડકમાં વોટર પાર્ક, તળાવ કે નદીમાં ન્હાવા માટે જતા હોય છે અને દુર્ઘટનાનો ભોગ બનતા હોય છે. દરમિયાન વડોદરા થી દુખદ ઘટના સામે આવી છે. અહીં મહી નદીમાંથી એક બે નહીં પરંતુ એક સાથે ચાર યુવકના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ આ ચારેય મૃતદેહને પોલસ દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા છે.

મળતી માહિતી અનુસાર, વડોદરાની મહી નદીમાંથી એક સાથે ચાર યુવકોના મૃતદેહ મળતા પોલીસ દોડતી થઇ છે. કોટના તરફથી સિંધરોટ મૃતદેહ તણાઈ આવ્યા હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. હાલ સ્થાનિક તરવૈયાઓ દ્વારા ચારેય મૃતદેહ બહાર કઢાયા છે અને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. એક સાથે ચાર મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથધરી છે. મહત્વનું છે કે, મનાઈ હોવા છતાંય લોકો મહી નદીની મુલાકાત લેવા આવી રહ્યા છે.