ટોટલ ટાઇમપાસને લઇ મનોજ બાજપાઈએ મહાકાલના શરણે જઈ ૧૦૦મી ફિલ્મ માટે પ્રાર્થના કરી

ઉજજૈન, મનોજ બાજપાઈએ ઉજ્જૈનમાં મહાકાલેશ્ર્વરનાં દર્શન કર્યાં છે. તેના કરીઅરની ૧૦૦મી ફિલ્મ ’ભૈયાજી’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની સફળતાની પ્રાર્થના કરવા માટે તે મધ્ય પ્રદેશ ગયો હતો. તેણે ધોતી પહેરીને મંદિરમાં પૂજા કરી હતી. પૂજા બાદ મનોજ બાજપાઈએ મીડિયાને કહ્યું હતું કે હું પોતાને નસીબદાર માનું છું કે મહાકાલનાં દર્શન કરીને મને તેમના આશીર્વાદ લેવાનો લાભ મળ્યો.

એ યાદ રહે કે રોહિત શેટ્ટીએ ગઈ કાલે શ્રીનગરના લાલચોકની મુલાકાત લીધી હતી. તે સિક્યૉરિટી સાથે જોવા મળ્યો હતો. તેની અજય દેવગન સાથેની ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ કાશ્મીરમાં ચાલી રહ્યું હતું. જોકે કાશ્મીરમાં શનિવારે મોડી સાંજે બે ટેરરિસ્ટ અટૅક થયા હતા એને લીધે શૂટિંગ-શેડ્યુલ અટકશે એવું લાગી રહ્યું હતું. રોહિતે ફરી શૂટિંગ કરતાં પહેલાં જગ્યાની મુલાકાત લીધી હતી.