નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી

અમદાવાદ, નાફેડના ચેરમેન પદ માટે આજે દિલ્હીમાં મતદાન યોજાયું હતું. નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની પસંદગી થઇ છે. તેઓ બિનહરીફ ચૂંટાયા છે. ૨૧ ડિરેક્ટરોએ ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કર્યુ છે. મોહન કુંડારિયાને નાફેડના ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.

આજે દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડની દિલ્લીમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ આહિર (ભરવાડ)ની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. ગુજરાતના બે સહિત કુલ ૨૧ ડિરેક્ટરો માટે મતદાન કર્યું છે.

પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પર જેઠાભાઈ ભરવાડ ચૂંટણી જીતી ચૂક્યા છે. પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ સતત અનેક વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ૨૦૧૨ની ચૂંટણીમાં અંતિમ તબક્કામાં શહેરા વિધાનસભા સીટનાં તરસંગ ગામે જૂથ અથડામણની ઘટના બની. જેમાં જેઠા ભરવાડનાં માથે ઇજા પહોંચી હતી. સમગ્ર ચૂંટણીમાં આ ઘટનાને કદાચ સૌથી મોટી જૂથ અથડામણની ઘટના ગણી શકાય.

ઘટના બાદ પહેલા સમાચાર આવ્યા કે જેઠા ભરવાડ પર ગોળીબાર થયો છે. જોકે પછી જાણમાં આવ્યું હતું કે, જેઠા ભરવાડના ગાર્ડે ગોળીબાર કર્યો હતો. આ અથડામણ કોઇ પક્ષ દ્વારા બુથ કેપ્ચરિંગનાં પ્રયાસને કારણે બની હોવાનું કહેવાય છે.

ઈકોની ડાયરેક્ટની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી હતી. જ્યેશ રાજડિયાએ ૧૧૪ મત મળ્યા હતા. કુલ ૧૮૦ લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં ૬૬ મત મળ્યા હતા. ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈકોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા.