ગુજરાતમાં ત્રણ એક્સિડન્ટમાં ૪ લોકોના મોત અને ૨૫થી વધારે ઘાયલ

અમદાવાદ, રાજ્યમાં બુધવારે અકસ્માતની બે ઘટનાઓ બનવા પામી હતી. જેમાં બે વ્યક્તિઓનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલોને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.

મહીસાગરનાં સંતરામપુરનાં ડોળી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે ટેમ્પા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરનાં લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી ટ્રાવેલ્સ, બસ અને ટેન્ડક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨૫ થી વધુ લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ધોરાજીમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ કાર ચાલકે રીક્ષા સાથે ચાર લોકોને અડફેટે લીધા હતા. ૨૦ મે નાં રોજ બનેલી સમગ્ર ઘટનાની સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવીનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.