ભાવનગરમાં બોર તળાવની મેગા ડિમોલિશન કામગીરી શરૂ,૪ મંદિર અને એક મસ્જિદ તોડાઇ

ભાવનગર, સરકારની સ્પષ્ટ નિર્દેશ છે કે જે કોઈ જગ્યાએ ગેરકાદે બાંધકામ થયું હશે તેને હટાવવામા આવશે અને તેમાં કોઈપણ જાતનું જાતિ કે ધર્મનો ભેદ નહી થાય. ચાહે કોઈપણ દ્વારા ગેરકાયદે બાંધકામ થયુ હશે તો તેને દૂર કરવામાં આવશે અને તેનાથી સ્થાનિકોની સુવિધાઓમાં જ વધારો થશે કારણ કે બાંધકામ દૂર કરીને જગ્યાનો ઉપયોગ રોજિંદા જીવનમાં થઈ શકે. આજે ભાવનગરમાં બોરતળાવનું મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ ચુસ્ત સુરક્ષા વચ્ચે દબાણ હટાવની કામગીરી હાથ ધરાઈ છે.

ભાવનગરના બોરતળાવવિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયુ. ખાસ કરીને ધોબી સોસાયટીથી બેંક કોલોની જતા રસ્તા પર મેગા ડિમોલિશન હાથ ધરાયુ હતુ. આ ડિમોલિશનમાં કુલ ૮૫ જેટલા એકમોને જમીનદોસ્ત કરાયા જેમાં ૪ મંદિર અને ૧ મસ્જિદનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષોથી દબાણ કરાયા હતા. જે મુદે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરાઈ હતી. લાંબા સમય બાદ મનપાની તરફેણમાં ચુકાદો આવતા દબાણો હટાવાયા હતા.

દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન એ પણ ધ્યાન રખાયુ હતુ કે કોઈ અનચ્છિનિય બનાવ ન બને, જ્યારે ધામક સ્થળો પણ દબાણ અંતર્ગત આવતા હતા અને એટલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડિમોલિશન દરમિયાન જો પોલીસના અધિકારીઓથી કર્મચારીઓની વાત કરવામાં આવે તો પીઆઇ પીએસઆઇ મહિલા પોલીસકર્મીઓ સહિત એફઆઇઆર વિભાગની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. સૌથી મહત્વની વાત એ છે કે દબાણોમાં જે ૮૫ એકમો સામેલ છે તેમાં જ્યારે ચાર મંદિર અને ૧ મસ્જિદ હતા ત્યાં મંદિરને તોડવામાં હિન્દુ અને મસ્ઝિદ તોડવામાં મુ્સ્લિમ લોકો જોડાયા હતા અને તંત્રને પુરેપુરો સહયોગ આપવામાં આવ્યો હતો

મહત્વની બાબત એ છે કે આ દબાણ કોઈ રાતોરાત તોડવામાં નથી આવ્યું. અનેકવાર સ્થાનિકોને નોટીસ પણ પાઠવવામાં આવી હતી. બાદમાં મામલો કોર્ટમાં ગયો હતો પરંતુ મનપાની જીત થતા દબાણો દૂર કરાયા હતા. જો સ્થાનિકોએ પહેલા જ સહયોગ આપ્યો હોત તો આટલા વર્ષો સુધી મેટર ખેંચાઈ ના હોત. લાંબા સમય બાદ હવે દબાણો દૂર થયા છે જ્યારે લોકોને અવરજવર માટે મોટો રસ્તો ખુલ્લો મુકાશે