ભુજ, શહેરમાં આર્મી અધિકારીની પત્નીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આર્મી અધિકારીની પત્નીએ આર્મી કેમ્પમાં જ લીમડાના ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો. આ ઘટના સમયે આર્મી અધિકારી હાજર ના હતા. ભુજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી ગુનો નોંધ્યો.
ભુજમાં આર્મી અધિકારીની પત્નીએ પારિવારીક બોલાચાલી બાદ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. અધિકારીએ જ્યારે આર્મી કેમ્પમાં આત્મહત્યા કરી ત્યારે આર્મી અધિકારી ત્યાં હાજર નહોતા. ઘટનાની જાણ થતા ભુજ પોલીસ દોડતી થઈ. આ મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો. કહેવાય છે કે આર્મી દેશની રક્ષા કરે છે. પરંતુ ભુજ શહેરમાં અધિકારીની પત્નીની આત્મહત્યાનો બનાવ બતાવે છે કે દેશની સુરક્ષા કરતા જવાનો પોતાનું ઘર સંભાળી શક્તા નથી. પત્નીએ આપાઘાત કરતા આર્મી અધિકારી પણ આઘાતમાં છે. જો કે આત્મહત્યાનો બનાવ આર્મી કેમ્પમાં બન્યો અને અધિકારીની ગેરહાજરી અનેક સવાલ પેદા કરે છે. ભુજ પોલીસે હાલમાં ગુનો નોંધ્યો છે અને કેમ અધિકારીની પત્નીએ આત્મહત્યા કરી તે બાબતોની તપાસ કરી રહી છે.