અમદાવાદ, શહેરમાં સાબરમતી નદીના પટ્ટમાં દારૂની ભઠ્ઠીઓ પકડાઇ. ક્રાઇમબ્રાંચની ટીમે દરોડા પાડતા મોટા પ્રમાણમાં દેશી દારૂનો મોટો જથ્થો પણ કબ્જે કર્યો. ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરમાં સાબરમતી નદીના પટમાં પીપળજ ગામ પાછળ નદીમાંથી દારૂની ભઠ્ઠીઓ પકડી. દરોડામાં દારૂના જથ્થા સાથે દારૂ બનાવવાનો વોશ પણ જપ્ત કરવામાં આવ્યો.
ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળતા પીપળજ ગામ પાછળ દરોડા પાડવા પંહોચી. ત્યારે બે શખ્સ બાવળોની જાડીમાંથી ફરાર થઈ ગયા હતા. દરમ્યાન પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે શૈલેષ ઉર્ફે કાલા ચુનારા નામનો શખ્સ દેશી દારૂની ભટ્ટી બનાવી લોકોને દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યો હતો. આ દરોડામાં પોલીસે ૫૧૦ લીટર દેશી દારુ અને તેના બનાવવા માટે વપરાતો ૪૩૨૦ લીટર વોશ અને અન્ય સામગ્રીઓ પણ જપ્ત કરી હતી. પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડ્યો જ્યારે અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા.