અમદાવાદની કેડી હોસ્પિટલમાં અભિનેતા શાહરૂખ ખાને દાખલ કરાયો

મુંબઇ, બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનને લઈને સમાચાર સામે આવ્યા છે,આઇપીએલ ૨૦૨૪ની મેચ માટે અમદાવાદ પહોંચેલા અભિનેતાને શહેરની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બપોરે લૂ લાગી જતા હોસ્પિટલ ખેડાયો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી છે. શાહરૂખને કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોથ્વી દેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે આઇપીએલની કેકેઆર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા આજે બપોરે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી.હાલ તેમની તબિયત સારી છે. પરંતુ થોડા આરામની જરૂર હોવાથી તે આજે મુંબઈ ગયો નથી.