પાવાગઢ મહાકાળી મંદિર ખાતે માતાજીને અન્નકુટ ધરાવવા મોટી સંંખ્યામાં શ્રધ્ધાળું ઉમટી પડયા


પાવાગઢ,
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે આજે માતાજીને અન્નકૂટ ધરાવવમાં આવતા મોટી સંખ્યામાં શ્રાધ્ધળુઓએ માતાજીના દર્શન કર્યા હતા. વહેલી સવાર થી જ માતાજીના દર્શને ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકાસ કરવામાં આવ્યા પછી આ આસ્થા શક્તિ અને ભક્તિનું સ્થળ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનું ફરવા માટેનું ધાર્મિક સ્થળ બની ગયું છે. વર્ષો પછી અત્રે મંદિરના નવીનીકરણ બાદ મંદિરના શિખર ઉપર પીએમ મોદીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવતા અહીં આવતા માઈ ભક્તોમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે. ત્યારે આજે શ્રીમહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા મહાકાળી માતાજીને અન્નકૂટ ધરાવવમાં આવ્યો હતો. છપ્પન ભોગનો મનોરથ ધરાવવામાં આવતા આખું મંદિર પરિસર શણગારવામાં આવ્યું હતું. આજે અન્નકૂટના દર્શન હોવાથી ગુજરાત જ નહીં અન્ય રાજ્યો માંથી પણ માઇભક્તોનો પ્રવાહ વહેલી સવાર થી જ શરૂ થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે ટ્રાફિક અડચણ ઉભી ન થાય તે માટે ખાનગી વાહનોને તબક્કાવાર માંચી સુધી જવા દેવામાં આવ્યા હતા.