ગોધરા,હાલ રાજ્યમાં સતત છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો આસમાને છે અને શહેરમાં લું નાં પવનો ફૂકાઈ રહ્યા છે. ત્યાર જનસેવા એ જ પ્રભુ સેવા સૂત્રને સાકાર કરતા કાળઝાળ ગરમીમાં નગરજનોને રાહત રહે તેવા શુભ હેતુથી પાવર ઓફ યંગર્સ ગૃપ તથા બી એન ચેમ્બર્સ ગૃપ દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ સતત બે દિવસથી કરવામાં આવી રહેલ છે તથા પાણીની પરબનું આયોજન કરવામાં આવેલ છે
જન ભાગીદારી અને સહયોગ મળશે ત્યાં સુધી આ કાર્ય ચાલુ રહેશે. તેવું સેવાભાવિ ભાઈઓ દ્વારા જણાવેલ છે. આ શુભ કાર્યમાં ગોધરા નગર પાલિકાના સભ્ય જીતુભાઈ સાવલાની, કાઉન્સિલર સંજયભાઈ સોની સાથે કિરણભાઈ સીકલીગર, સામજીક કાર્યકર અને ભાજપાના આઇ.ટી.સેલના લખનભાઇ રાંગી (ફોટોગ્રાફર) પ્રતિકભાઈ પંડિત અને વિવિધ સેવાકીય ભાઈઓ દ્વારા સેવા આપવામાં આવી રહી છે.