દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી NAFED ની દિલ્હીની ચૂંટણીમાં શહેરા ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની બિન હરીફ વરણી કરવામાં આવતા ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છવાઈ હતી. ભાજપ કાર્યાલયની બહાર ફટાકડા ફોડીને ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો એકબીજાને મોઢું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી.
શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની NAFEDની દિલ્હી ખાતેની ચૂંટણીમાં ચેરમેન પદે પસંદગી કરાઇ હતી. જેને લઈને જીલ્લા તેમજ તાલુકાના ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણી રણવીરસિંહ ચૌહાણ, જીલ્લા મહામંત્રી યુવા મોરચાના ધર્મેન્દ્ર પટેલ, હાજાભાઈ ચારણ, દુષ્યંતસિંહ ચૌહાણ, રાકેશ પર્વતસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી સંજય બારીયા, કિરીટભાઈ બારીયા, રામસિંહ પરમાર, રંગીતસિંહ પગી તેમજ રાજેન્દ્રસિંહ પરમાર, કિરણ મકવાણા સહિત મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો એકત્રીત થયા હતા. ભાજપ કાર્યકરોએ કાર્યાલયની બહાર ફટાકડા ફોડીને નગરના ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ શાહ, બીપીનભાઈ પ્રજાપતિ, અંબાલાલભાઈ વાળંદ, નટુભાઈ પટેલ સહિતના કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠુ કરાવીને ખુશી વ્યક્ત કરી હતી.
વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને વધુ એક નવો હોર્દો મળ્યો હોય ત્યારે એમ કહી શકાય કે ભાજપના ગુજરાત રાજ્યમાં પહેલા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ હશે તેઓ પંચામૃત ડેરીના ચેરમેન, પીડીસી બેંકના ચેરમેન, વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તેમજ ઇફ્કોના ડિરેક્ટર અને હવે આ NAFEDના ચેરમેન પદે એ સહિતના મહત્વના હોદ્દા ધરાવી રહયા છે. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દિલ્હી ખાતે યોજાયેલી NAFEDની ચૂંટણીમાં બિનહરીફ થતા જીલ્લાવાસીઓ ગર્વ અનુભવી રહ્યા હતા. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની નાફેડની ચૂંટણીમાં બિનહરીફ થતા મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ મોબાઇલ અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ એ દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી NAFEDની દિલ્હીની ચૂંટણીમાં બિનહરીફ થતા તેઓએ શહેરા તાલુકાના તેમજ રાજ્યનું પણ ગૌરવ વધાર્યું હતું.