કાલોલના વેજલપુર મહેલોલ ચોકડી પાસેથી કારમાં લઈ જવાતા 90 હજારના ઈંગ્લીશ દારૂ ઝડપ્યા


કાલોલ,
કાલોલ તાલુકાના વેજલપુર-મહેલોલ ચોકડી પાસેથી બાતમીના આધારે કારમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૂ કિંમત 90,720/-રૂપીયાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, કાર નંબર જીજે.01.આરવી.5641માં લીમખેડા તરફ થી નિકળીને ગોધરા થઈ વેજલપુર જનાર છે. તેવી ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે વેજલપુર-મહેલોલ ચોકડી પાસે વોચ ગોઠવીને બાતમીવાળી ગાડી ઝડપી પાડી ગાડી માંથી ઈંગ્લીશ દારૂ લંડન રીઝર્વ વ્હીસ્કી કવાટરીયા નંગ-816 કિંમત 81,600/-, સ્ટ્રોંગ બીયર ટીન નંગ-96 કિંમત 9,120/-મળી 90,720/-રૂપીયા તેમજ કાર મળી 3,90,720/-રૂપીયાના જથ્થા સાથે સંદિપભાઈ વિનોદભાઈ પરમાર (રહે. પીપળી ત્રીમેળા ફળીયા, લીમખેડા)ને ઝડપી પાડી આ બાબતે વેજલપુર પોલીસ મથકે ગુન્હો નોંધાવામાં આવ્યો.