કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધી ૪૯૦ કિ.મી.નો જળમાર્ગ બનાવવામાં આવશે

  • રાજસ્થાન સરકારે ગુજરાતના કચ્છના રણથી રાજસ્થાનના બાડમેર જિલ્લા સુધી જળમાર્ગ બનાવવા માટે એક પગલું આગળ વધાર્યું.

નવીદિલ્હી,હવે રાજ્યના બાડમેર જિલ્લાને રિફાઈનરી બાદ વોટર-વેની ભેટ મેળવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. રાજસ્થાન સરકારે ગુજરાતના કચ્છના રણથી રાજસ્થાનના બાડમેર જિલ્લા સુધી જળમાર્ગ બનાવવા માટે એક પગલું આગળ વધાર્યું છે. ગુજરાતના કચ્છના રણથી બાડમેરના બખાસર સુધી ૪૯૦ કિલોમીટરનો જળ માર્ગ બનાવવામાં આવશે. દરિયાઈ માર્ગે રાજસ્થાનમાં આયાત કરી શકાશે. ઇઝરાયેલના પરિવહન પ્રધાન મીરી રેજેવે ફેબ્રુઆરીમાં એકસ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. કચ્છના મુદ્રા બંદરથી સંયુક્ત અમીરાતના બંદર ઈઝરાયેલ સુધી માલસામાનના પરિવહન માટે તેને લાલ સમુદ્રનો વિકલ્પ માનવામાં આવે છે.

કેન્દ્ર સરકારની સૂચના બાદ રાજસ્થાન સરકારે આ માટે નદી પરિવહનની રાજ્ય સ્તરીય સમિતિની રચના કરી છે. રાજસ્થાન નદી બેસિન અને જળ સંસાધન યોજના કમિશનર નીરજ કે પવન દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, જળ સંસાધન વિભાગના અધિક મુખ્ય સચિવ અભય કુમારને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પીડબ્લ્યુડી એનએચએઆઇ રેલ્વે, પરિવહન વિભાગ, મત્સ્યોદ્યોગ અને પ્રવાસન નિગમના અધિકારીઓને સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

વિભાગીય અધિકારીઓના જણાવ્યા અનુસાર કચ્છના રણથી બાડમેર સુધીના જળમાર્ગની પહોળાઈ ૧૦૦ મીટર જેટલી રાખી શકાય છે. ઊંડાઈ લગભગ ચાર મીટર હશે. ત્રણ હજાર ટન ક્ષમતાના માલવાહક જહાજો દોડી શકશે. આના દ્વારા માલસામાનની અવરજવર રોડ કરતાં સસ્તી હશે.

કેન્દ્ર સરકારના પોર્ટ્સ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે ૨૨ એપ્રિલ ૨૦૨૪ના રોજ એક પત્ર મોકલીને સમિતિની રચના માટે સૂચના આપી હતી. આ પછી રાજસ્થાન સરકારે એક સમિતિની રચના કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતથી રાજસ્થાન સુધીનો આ જળમાર્ગ લગભગ ૪૯૦ કિલોમીટર લાંબો હશે. તેના નિર્માણ બાદ સ્થાનિક લોકોને પ્રવાસન સાથે રોજગારીની તકો મળશે. રાજસ્થાનથી જળમાર્ગમાં જહાજો દ્વારા ૨.૫ મિલિયન ટન સુધીની નિકાસ કરી શકાય છે. તાજેતરમાં, કોલકાતામાં નેશનલ ઇનલેન્ડ વોટર-વે ઓથોરિટીની બેઠકમાં, રાજસ્થાનમાં ઇનલેન્ડ વોટર-વે ટમનલ અંગે ચર્ચા થઈ હતી. રાજ્યની અગાઉની ભાજપ સરકારે વર્ષ ૨૦૧૬-૧૭માં જળ-માર્ગ અંગે પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો. પરંતુ આ પછી રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવ્યા બાદ આ પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવ્યો હતો.