ગોધરા,
પંચમહાલ વિધાનસભાની પાંચ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થયા આજરોજ 19 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારો ભારે ઉત્સાહ જોવા મળ્યો.
પંચમહાલ જીલ્લા પાંચ વિધાનસભા બેઠકો માટે આજ બીજા દિવસે ઉમેદવારી ફોર્મ ભરવામાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો. બીજા દિવસે શહેરા વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ સહિત 5 ઉમેદવારી ફોર્મ ભરાયા, મોરવા(હ) સ્નેહલતા ખાંટ સહિત બે ઉમેદવારી ભરાયા, હાલોલ બેઠક ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમાર સહિત ત્રણ ઉમેદવારી ફોર્મ ભરાયા, કાલોલ બેઠક માટે છ ઉમેદવારી ફોર્મ ભરાયા. જ્યારે ગોધરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજી સહિત ત્રણ ઉમેદવારીએ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.