રાજકોટ ડિસ્ટ્રીક કોર્ટ બાર એસોસિએશન આતંકીઓના કેસ લડશે નહીં

રાજકોટ, અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડીગોની ફલાઈટમાં આવેલા આઈએસએસના ચાર આતંકી ઝડપાયા હતા. ચાર લાખ શ્રાીલંકન કરન્સી પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈએસના હેન્ડલર અબુએ આરોપીઓને મોકલ્યા હતા. એટીએસએ બાતમીના આધારે ચાર આરોપીઓને એરપોર્ટ પરથી રવિવારે રાત્રે ઝડપી લીધા હતા. રાજકોટ-અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદી પકડવાના મામલે ડિસ્ટ્રીક કોર્ટ બાર એસોસિએશને કર્યો ઠરાવ. રાજકોટ ડિસ્ટ્રીક કોર્ટ બાર એસોસિએશન આતંકીઓના કેસ નહિ લડે તેવી કરી જાહેરાત.

અમદાવાદ એરપોર્ટ ઉપરથી પકડાયેલા આઇએસઆઇએસ આંતકવાદીઓ મોહમ્મદ નુશરથ અહેમદગની , મોહમ્મદ ફારીશ મોહમદ ફારૂક , મોહમ્મદ નફરાન અને મોહમ્મદ રશદીન અબ્દુલ રહીમને અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં સઘન પોલીસ બંદોબસ્ત સાથે રજૂ કરતા એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ પી.બી.પટેલે ૧૪ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઘીંકાટા મેટ્રોપોલીટન કોર્ટમાં ચારેય આંતકવાદીઓને રજૂ કરવાના હોવાથી એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ, કાંરજ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા હતા. કોર્ટમાં આંતકવાદીઓને રજૂ કરવાના હોવાથી વકીલો કોર્ટરૂમથી ભરચક થઈ ગઈ હતી.

તપાસનીશ અધિકારીએ સરકારી વકીલ એસ.એચ.પંચાલ મારફતે કોર્ટમાં રજૂઆત કરી હતી કે,આઇએસઆઇએસ આંતકવાદીઓના આંકા અબુ શ્રીલકાથી ઓપરેટ કરી રહ્યો છે. જેથી ચારેય આરોપીઓને સાથે રાખીને શ્રાીંલકા અને પાકિસ્તાનથી સંચાલિત આઇએસઆઇએસ આંતકવાદીઓનું નેટવર્ક અંગેની માહિતી મેળવવાની છે. ગુજરાતના અમદાવાદમાં કયા કારણોસર આવ્યા તે બાબતે ઉડાણપૂર્વકની તપાસ કરવાની છે. આરોપીઓની પોલીસ કસ્ટડી સિવાય તપાસ શકય નહીં હોવાથી પુરે પુરા રિમાન્ડ મંજૂર કરવા જોઈએ.