ભાવનગર પાસેથી ૭ લાખનો દારૂ ઝડપાયો,એક વ્યક્તિની ધરપકડ કરાઇ

ભાવનગર, ભાવનગર જિલ્લાના બગદાણા તાબેના રાળગોન-દુદાણા રોડ પર આવેલ વાડીમાં એલ.સી.બી.પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૧૮૦ પેટી સાથે વાડી માલિકની ધરપકડ કરી રૂ.સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પોલીસ સ્ટાફ જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી રાળગોન તરફ જવાના રોડ પર આવેલ સુરેશ શાંતિલાલ લાધવા રહે રાણગોન તા તળાજા ની વાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જેના આધારે એલસીબી પોલીસે વાડીમાં દરોડો પાડી વાડીના રહેણા થી મકાનમાં તપાસ કરતા નિયમ રાખવાના રૂમમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૧૬૦ બોટલ ( ૧૮૦ પેટી ) મળી આવી હતી.

૧૮૦ પેટી ઇંગલિશ દારૂ કિંમત રૂ.૭,૧૨,૮૦૦/- તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૭,૧૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે વાડીના માલિક સુરેશ શાંતિભાઈ લાધવા ( રહે.રાળગોન,તા.તળાજા ) ની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આદિત્ય લાભશંકર જોશી ( રહે.થાડચ,તા.પાલીતાણા ) એ ઉતાર્યો હોવાનું અને દારૂનો જથ્થો સાચવવા માટે તેણે વાપરવા માટે પૈસા આપશે તેવું કહેલ હતું. એલ.સી.બી.પોલીસે બન્ને વિરૂદ્ધ બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે