હાલોલ,
હાલોલ તાલુકાના આનંદપુરા ગામેથી 5 વર્ષીય બાળકી ગુમ થયાની ફરિયાદના આધારે પોલીસ અને ગ્રામજનોની શોધખોળ દરમિયાન બાળકીનો સીમ માંથી મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ બાળકનું દુષ્કર્મ આચરતા મોત થયેલ હોવાનું જણાઈ આવતાં ગ્રામજનોમાં રોષ સાથે આ કિસ્સામાં પરપ્રાંતિયો સંડોવાયેલ હોય તેના આધારે નજીક લાકડાના પીઠામાં મંજુરી કરતા હોય તે પીઠાને આગ લગાડવામાં આવી હતી. પોલીસે ગુન્હાનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરી ફરિયાદીના ધર નજીક રહેતા શંકાસ્પદને ઝડપી પુછપરછ કરતાં ગુન્હાના એકરાર કરવામાં આવ્યો.
વિસ્તૃત વિગતો મુજબ હાલોલ તાલુકાના આનંદપુરા ગામેની 5 વર્ષીય બાળકી ધરેથી ખોવાયેલ હોવાની ફરિયાદ હાલોલ રૂબરૂ પોલીસ મથકે નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે અને ગ્રામજનોએ ભેગા મળી તપાસ કરતાં સીમ માંથી બાળકીના મૃતદેહ મળી આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ હોવાનું જણાઈ આવતાં ગ્રામજનોમાં ભારે રોષ ભરાયા હતા અને આ દુષ્કર્મની ધટનામાં પરપ્રાંતિયની સંડોવાયણી હોવાની શંકા વ્યકિત કરી નજીક આવેલ લાકડાના પીઠાને આગ લગાડી હતી. આગને ફાયર બિગ્રેડ કાબુ મેળવ્યો હતો. પોલીસે બાળકીના દુષ્કર્મ અને હત્યાના ગુન્હાને ગંભીરતાથી લઈ આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી અલગ અલગ દ્વારા ગુન્હાની તપાસ કરી આસપાસમાં તપાસ કરતાં અમુક શંકાસ્પદના નામો મળી આવ્યા હતા. તેમાં ફરિયાદના ધરની નજીક રહેતા કુટુંબી આરોપી શંકાસ્પદ જણાતા તેની ઉંડાણ પૂર્વક પુછપરછ કરતાં ઈસમે ભાગી પડીને ગુન્હાનો કબુલાત કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી. માસુમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના ગુનેગાર સામે ભારે રોષ ફીટકાર લોકોમાં જોવા મળ્યો છે.