નવીદિલ્હી, દિલ્હી પોલીસ આમ આદમી પાર્ટી (આપ) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર સીએમ હાઉસમાં મારપીટના કેસમાં આરોપી બિભવ કુમારને મુંબઈ લઈ ગઈ છે. પોલીસનું કહેવું છે કે આઈફોન ફોર્મેટ કરતા પહેલા બિભવે તેનો ડેટા મુંબઈમાં કોઈ વ્યક્તિ કે ડિવાઈસમાં ટ્રાન્સફર કર્યો હતો. એ જ ડેટા મેળવવાનો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીએમ હાઉસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસની તપાસ કરશે. પોલીસના જણાવ્યા અનુસાર, એસઆઇટીનું નેતૃત્વ નોર્થ દિલ્હીના ડીસીપી અંજિતા ચેપ્યાલા કરી રહ્યા છે. ટીમમાં ઈન્સ્પેક્ટર રેક્ધના ૩ અધિકારીઓ પણ સામેલ છે. જેમાં સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના અધિકારીનો પણ સમાવેશ થાય છે, જ્યાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેની તપાસ કર્યા પછી, એસઆઇટી તેનો રિપોર્ટ સીનિયર્સને સોંપશે.૧૩ મેના રોજ બનેલી ઘટના વિશે જાણવા માટે દિલ્હી પોલીસ ૨૦ મેના રોજ બિભવ કુમારને સીએમ હાઉસ લઈ ગઈ હતી.પોલીસ ઘટનાસ્થળે દોઢ કલાક રોકાઈ હતી. પોલીસ લગભગ ૫.૪૫ વાગ્યે બિભવને સીએમ હાઉસમાં પહોંચી અને ૭.૨૬ વાગ્યે બહાર આવી. બિભવ કુમાર હાલ ૨૩ મે સુધી દિલ્હી પોલીસ રિમાન્ડ પર છે. ૧૮ મેના રોજ દિલ્હી પોલીસે બિભવની ૭ દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ તેને માત્ર ૫ દિવસના રિમાન્ડ આપ્યા હતા. બિભવ પર ૧૩ મેના રોજ સીએમ આવાસ પર સ્વાતિ સાથે ગેરવર્તન અને મારપીટ કરવાનો આરોપ છે.
આરોપી બિભવ અને પીડિત સ્વાતિ બંને સાથે સીન રિક્રિએશન કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ ઘટના અંગે આ બંને પાસેથી મળેલા ઈનપુટનું એનાલિસિસ કરી રહી છે. પોલીસે તેમના તમામ પ્રશ્ર્નોના જવાબો નોંધી લીધા છે. તેમનું મેપિંગ પણ કરવામાં આવ્યું છે અને જ્યાં સ્વાતિ પર હુમલો થયો હતો તે ક્રાઈમ સ્પોટની ફોટોગ્રાફી પણ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ બિભવ કુમારના ઘરે પણ ગઈ હતી.
સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં ૧૯ મેના રોજ દિલ્હી પોલીસ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. જ્યાં સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર કલેક્ટ કરવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે પોલીસને સીસીટીવી સાથે ચેડા થયાની શંકા છે. પોલીસને ગુનાના ક્રમના યોગ્ય ફૂટેજ મળ્યા નથી. એક્સપર્ટ તેની તપાસ કરશે.
અહીં સોમવારે રાત્રે ૯.૪૯ કલાકે સ્વાતિ માલીવાલે ઠ પર પોસ્ટ કરી. જેમાં તેણે લખ્યું હતું કે, ગઈકાલથી દિલ્હીના મંત્રીઓ જૂઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે મારી સામે ભ્રષ્ટાચારની એફઆઇઆર કરવામાં આવી છે, તેથી મેં આ બધું ભાજપના ઈશારે કર્યું છે. આ એફઆઇઆર ૮ વર્ષ પહેલા ૨૦૧૬માં કરવામાં આવી હતી, ત્યારબાદ સીએમ અને એલજી બંનેએ મને વધુ બે વખત મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી. આ કેસ સંપૂર્ણપણે ખોટો છે જેના પર હાઈકોર્ટે ૧.૫ વર્ષ માટે સ્ટે આપ્યો છે, જેણે સ્વીકાર્યું છે કે પૈસાની કોઈ લેવડદેવડ થઈ નથી.
સ્વાતિએ લખ્યું- જ્યાં સુધી મેં બિભવ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, ત્યાં સુધી હું તેમના (આપ) અનુસાર લેડી સિંઘમ હતી અને આજે હું બીજેપીની એજન્ટ બની ગઈ છું. મારી સામે આખી ટ્રોલ સેના તહેનાત કરવામાં આવી હતી, કારણ કે મેં સાચું કહ્યું હતું. પાર્ટીમાં બધાને ફોન કરીને કહેવામાં આવી રહ્યું છે કે જો તમારી પાસે સ્વાતિનો કોઈ અંગત વીડિયો હોય તો તેને મોકલો, તે લીક કરવાનો છે.વધુમાં લખ્યું- મારા સંબંધીઓની ગાડીઓના નંબરથી તેમની વિગતો ટ્વીટ કરાવીને તેમનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. અરે, ખોટુ લાંબું ટક્તું નથી, પણ સત્તાના નશામાં કોઈને અપમાનિત કરવાનો જુસ્સો એવો ન હોવો જોઈએ કે સત્ય બહાર આવે ત્યારે તમે તમારા પોતાના પરિવારજનો સાથે પણ આંખ આડા કાન કરી શક્તા નથી. તમારા (આપ) દ્વારા ફેલાવવામાં આવેલા દરેક જૂઠાણા માટે હું તમને કોર્ટમાં લઈ જઈશ.
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી ચાલુ છે. પોલીસે આરોપી વિભવ કુમારને કસ્ટડીમાં લઈ આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ બીજેપીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર પણ પ્રહારો કર્યા છે. ભાજપે કેજરીવાલ પર મોટા આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે મુખ્યમંત્રીએ ઘટનાના દિવસની મિનિટ-મિનિટ શેડ્યૂલ જાહેર કરવી જોઈએ.
બીજેપી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે સીએમ આવાસની અંદરની ઘટનાના ૮ દિવસ પછી પણ દિલ્હીના લોકોના મનમાં ઘણા પ્રશ્ર્નો છે. સુધાંશુએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ એ જ નેતા છે જે કહેતા હતા કે હું ત્રણ રૂમના મકાનમાં રહીશ અને મારું ઘર ૨૪ કલાક ખુલ્લું રહેશે. અને આજે તે પોતાના કાચના મહેલમાં એટલો બધો બંધ બેઠો છે કે તે પોતાના સાંસદને કહે છે કે જો કોઈ મુલાકાત ન હોત તો મળવા ન હોત. અને જો તેણી એપોઇન્ટમેન્ટ ચૂકી ગયા પછી મળવાનું કહેશે, તો તેઓ તેની સાથે ગેરવર્તન કરશે.સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કેજરીવાલ જી, તમારી પાર્ટીના ૧૦-૧૧ સાંસદો છે. ૨-૩ સાંસદો છે જે તમને મળવા માંગે છે. સુધાંશુએ કહ્યું કે જો કોઈ એપોઈન્ટમેન્ટ ન હોય તો મુખ્યમંત્રીએ તે દિવસનું મિનિટ-ટુ-મિનિટ શેડ્યૂલ જાહેર કરવું જોઈએ. જો એપોઇન્ટમેન્ટ ન હતી તો સ્વાતિ માલીવાલ અંદર કેવી રીતે પહોંચી? કેજરીવાલ પાસે ઝેડ સુરક્ષા છે. એપોઇન્ટમેન્ટ વગર આવેલી વ્યક્તિ સામે શું કાર્યવાહી કરી?