ગાંધીનગરમાં જીલ્લા સરકારી તિજોરી કચેરીમાં કામ કરતા કર્મચારી લાંચ લેતાં પકડાયા

ગાંધીનગર, પાટનગર ગાંધીનગરમાં જીલ્લા સરકારી તિજોરી કચેરીમાં કામ કરતા વર્ગ ૪ના કર્મચારીએ લાંચ માંગી હતી તેવી એસીબીને બાતમી મળી હતી. એસીબીએ છટકું ગોઠવી કચેરીના પટાવાળો ઐયુબ ઝાલોરીને રૂપિયા ૨૦ હજારની લાંચ લેતાં રંગે હાથે ઝડપ્યો છે.

વધુ પૂછપરછ કરતાં એસીબીને જાણવા મળ્યું કે સરકારી બિલો પાસ કરાવવા લાંચ માંગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સ્વચ્છ વહીવટના આગ્રહી છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે પણ સ્વચ્છ છબી ધરાવે છે અને પારદર્શક વહીવટમાં માને છે ત્યારે આ પ્રકારના લાંચ પ્રતિષ્ઠાને લાંછન લગાડે છે.