કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો

અમદાબાદ: કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ ચાલી રહ્યો છે. તેમા બલ્ગેરિયન યુવતીને બરતરફ કરવામાં આવતા તેણે કોર્ટમાં દાવો કર્યો છે. તેને રાજીવ મોદી સામે દુષ્કર્મના કેસમાં બલ્ગેરિયન યુવતીએ દાવો કર્યો છે કે પીડિતાને પ્રતિ માસ ૯.૫૦ લાખ રૂપિયા પગાર આપવામાં આવતો હતો. તેણે હવે કંપનીમાથી વળતર મેળવવા દાવો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે દુષ્કર્મનો આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં આ કેસમાં સીબીઆઇ તપાસની માગ કરતી અરજી કરી હતી. પીડિત બલ્ગેરિયન યુવતીએ તેની અરજીમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કરી પોલીસ પર ભરોસો ન હોવાની વાત કહી હતી.

આ પહેલા અમદાવાદ કેડિલા ફાર્માના સીએમડી ડો. રાજીવ મોદી વિરુદ્ધ બલ્ગેરિયાની ૨૭ વર્ષીય એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા સનસનાટી મચી ગઈ હતી. આ કેસમાં પીડિત યુવતીએ પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કર્યા હતા. ભોગ બનનાર બલ્ગેરિયન યુવતીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને આ કેસમાં સીબીઆઇ તપાસની દાદ માગતી અરજી કરી હતી. આ અરજીમાં યુવતીએ પોલીસની તપાસ પર અમને ભરોસો નથી તેમ ઉલ્લેખ કરીને રાજીવ મોદી સામે સીબીઆઇ તપાસ થાય તેવી માગ કરી હતી. યુવતીએ આરોપ લગાવતા જણાવ્યું કે રાજીવ મોદી પ્રભાવશાળી વ્યક્તિ હોઈ પોલીસ તેની સામે ખચકાટ અનુભવી રહી છે. અરજીમાં બલ્ગેરિયન યુવતીએ આરોપ લગાવ્યો કે, પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જે આરોપીના નામ આપ્યા છે તેમના નિવેદનો પણ પોલીસ નોંધતી નથી.