લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂરા થઈ ગયા છે. બે તબક્કામાં હજુ મતદાન થવાનું છે. ૪ જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. જેમ-જેમ ચૂંટણી પરિણામની તારીખ નજીક આવી રહી છે, તેમ બજારમાં ડર વધી રહ્યો છે. તેની અસર આજે બજારની ચાલ પર જાવા મળ્યો છે. સોમવારની રજા બાદ આજે બજારમાં દિવસભર ઉતાર-ચઢાવ જાવા મળ્યો છે. કારોબારના અંતમાં બીએસઈ સેન્સેક્સ ૫૨.૬૩ પોઈન્ટ ઘટી ૭૩,૯૫૩.૩૧ પોઈન્ટ પર બંધ થયો છે. તો એનએસઈ નિફ્ટી ૨૭.૫ પોઈન્ટના સામાન્ય વધારા સાથે ૨૨,૫૨૯.૦૫ પોઈન્ટ પર બંધ થયો છે.
તમને જણાવી દઈએ કે મંગળવારે બજારનું (વોલેટિલિટી) ડર માપવાનું પેરામિટર ઇન્ડિયા વીઆઇએકસમાં જારદાર તેજી આવી છે. આ ઈન્ડેક્સ ૭.૦૨ ટકાથી ઉછળી ૨૧.૯૬ પર પહોંચી ગયો છે ઇનડીયા વીઆઇએકસ સપ્ટેમ્બર ૨૦૨૨ના ઉપરી સ્તર પર પહોંચી ગયો છે.ઇન્ડિયા વીઆઇએકસમાં આશરે ૨૦ મહિનાની સૌથી મોટી તેજી છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે ચૂંટણી પરિણામને લઈને બજાર દુવિધામાં છે. તેની અસર આવનારા દિવસોમાં જાવા મળી શકે છે.
એશિયન બજારોના નબળા વલણો અને વિદેશી મૂડીના ઉપાડ વચ્ચે ઘરેલૂ સૂચકાંકોમાં મંગળવારે શરૂઆતી કારોબારમાં ઘટાડો આવ્યો હતો. બીએસઈનો ૩૦ શેરવાળો સૂચકાંક સેન્સેક્સ ૨૧૮.૧૧ પોઈન્ટ ઘટી ૭૩,૭૮૭.૮૩ પોઈન્ટ પર આવી ગયો હતો. એનએસઈ નિફ્ટી ૯૭.૪૫ પોઈન્ટ ઘટી ૨૨,૪૦૪.૫૫ પોઈન્ટ પર હતો. સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં નેસ્લે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એકસીસ બેન્ક, હિન્દુસ્તાન યુનિલીવર અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરને નુકસાન થયું હતું. ટાટા સ્ટીલ, પાવર ગ્રિડ અને એશિયન પેન્ટ્સના શેરમાં તેજી આવી હતી.
એશિયન બજારોમાં ચીનનું શંઘાઈ કમ્પોઝિટ, દક્ષિણ કોરિયાનું કોસ્પી અને હોંગકોંગનું હેન્ગસેન્ગ નુકસાનમાં રહ્યાં જ્યારે જાપાનનો નિફ્ટી ફાયદામાં રહ્યો હતો. અમેરિકી બજાર સોમવારે સકારાત્મક વલણ સાથે બંધ થયું હતું. વૈશ્વીક તેલ માનક બ્રેન્ટ ક્રૂડ વાયદા ૦.૫૬ ટકાના ઘટાડા સાથે ૮૩.૨૪ અમેરિકી ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું હતું. શેરબજારના ડેટા અનુસાર, શનિવારે એક વિશેષ સત્ર દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં વેચનાર હતા અને તેમણે રૂ. ૯૨.૯૫ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.