વર્લ્ડ કપમાં વિજેતા ટીમ પર કરોડોની ધનવર્ષા:ઇંગ્લેન્ડને ૧૩ કરોડ રૂપિયા મળ્યા, પાકિસ્તાનને ૬.૫ કરોડ રૂપિયા મળ્યા

મુંબઇ,

ઇંગ્લેન્ડ ક્રિકેટ ઈતિહાસનું પહેલું ડબલ વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ ગયેલી ટી ૨૦ વર્લ્ડ કપના ફાઈનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને ૫ વિકેટે હરાવીને બીજીવાર ટી ૨૦વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો હતો. આમ તો વન-ડે વર્લ્ડ કપમાં પણ હાલ તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. વર્ષ ૨૦૧૯માં તેઓ વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. અને હવે તેઓ ટી ૨૦ વર્લ્ડ કપ પણ જીતી ગયા છે. ત્યારે ઇંગ્લેન્ડ પહેલી ટીમ બની છે કે જેમની પાસે વનડે અને ટી ૨૦, બન્ને વર્લ્ડ કપના ટાઈટલ છે. ઇંગ્લેન્ડ ટી ૨૦ વર્લ્ડ કપ જીતી ગઈ છે. ત્યારે તેમને હવેે આઇસીસી તરફથી પ્રાઇસ મનીમાં ૧૩ કરોડ રૂપિયા મળ્યા છે. તો રનર-અપ પાકિસ્તાનની ટીમને અંદાજે ૬ કરોડ ૪૪ લાખ રૂપિયા મળ્યા છે.

આઇસીસીએ આ વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં જ પ્રાઇસ મની જાહેર કરી દીધી હતા, જેમાં વિજેતા ટીમથી લઈને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર થનારી ટીમ, બધાને પ્રાઇસ મની આપવામાં આવી છે. બધાના ટોટલ કરવામાં આવે તો આઇસીસીએ ટૂર્નામેન્ટમાં કુલ ૪૫ કરોડ ૬૮ લાખ રૂપિયા પ્રાઇસ મની આપી છે. સુપર-૧૨માંથી બહાર થવા પર અને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જીતીને બહાર થવા પર અને સેમી-ફાઈનલમાં પહોંચવા પર પણ ઈનામની રકમ પણ હતી.

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ૪ કરોડ ૨૫ લાખ રૂપિયા મળ્યા છે. વાત એમ છે કે ટીમ ઈન્ડિયા સેમી-ફાઈનલમાં હારી ગઈ, એટલે તેને ૩.૨૨ કરોડ મળ્યા હતા, પરંતુ ટીમ સુપર-૧૨માં ૫માંથી ૪ મેચ જીતી હતી, એટલે ટીમને તેની પણ પ્રાઇસ મની મળી હતી. કુલ મળીને આ રકમ અંદાજે ૪ કરોડ ૨૫ લાખ થાય છે.