લુણાવાડના કિડીયા ગામે પાણીનુ સંકટ : ગામમાં માત્ર 3 નળમાંથી પાણી મેળવતા ગ્રામજનો

મલેકપુર, મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના કિડીયા ગામે પીવાના પાણીની નલ સે જલ યોજના માત્ર કાગળ પર દેખાઈ રહી હોય તેવા દ્રશ્યો હાલ ઉનાળામાં જોવા મળી રહ્યા છે. સરકાર ની યોજના પ્રમાણે દરેક ગામમાં પીવાનું પાણી ઘરે ઘર પહોચાડવા માટે નલ સે જલ યોજના મૂકવામાં આવી અને આ યોજના મા કરોડો રૂપિયા ફાળવવા મા આવ્યા પરંતુ લોકો ના ઘર સુધી પાણી પહોંચ્યુ નથી.લુણાવાડા તાલુકાના કિડીયા ગામના ગ્રામજનો પાણીના સંકટ સામે ઝઝુમી રહ્યા છે, તે જોતાં દેખાઈ આવે છે કે આ યોજના કેટલા અશે પરી પૂર્ણ થયેલ છે. નમનાર જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી ગામની બહાર ગામથી અડધો કિલોમીટર દૂર લેવા જવું પડે છે. ત્યાં સ્ટેન્ડપોસ્ટ માં માત્ર ત્રણ નળ મુકેલ છે. ગામની 700 થી વધુ વસ્તી આ ત્રણ નળ થી પાણી ભરે છે. અગાઉ પાણી ઘેર ઘેર આવતું હતું, પરંતુ વર્ષ 2018માં ગામની બહાર સંપ બનાવ્યો છે, જે બનાવવામાં પણ હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાથી તે સંપની ગુણવત્તા પર સવાલો ઉઠવા પામ્યા છે. આ સંપમાં પાણી નાખવા છતાં સંપમાં પાણી રહેતું જ નથી. તેની આસપાસ ગંદકી થઈ હોવાથી પાણી પણ પ્રદુષિત થઈ રહ્યું છે. આ અગાઉ 25 વર્ષ પહેલાં ગામમાં ઓવર હેડ ટાંકી બનાવેલ છે તેનો ક્યારે ઉપયોગ થયો નથી. ગ્રામ્ય પાણી પુરવઠા સમિતિ દ્વારા તથા વાસ્મો દ્વારા ગામમાં નવીન પાઇપલાઇન નાખવાની હતી. પરંતુ તત્કાલીન સરપંચ દ્વારા ફક્ત એક જ ફળિયામાં નવીન પાઇપલાઇન કરેલ છે. બાકીના બે ફળિયામા કોઈજ કામ કાજ થયેલ નથી અને લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં નલ સેજલ યોજના નિષ્ફળ ગઈ છે અને ઘેર ઘેર પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. ગ્રામજનોને બોરનું ફ્લોરાઈડ યુક્ત પાણી પીવું પડે છે. આની યોગ્ય તપાસ કરી કીડીયા ગામની પ્રજાને ઘેર ઘેર નળ દ્વારા શુદ્ધ પીવાનું મહીસાગરનું પાણી મળે તેવું આયોજન કરવા ગ્રામજનોની તીવ્ર લાગણી અને માગણી છે. મહીસાગર જીલ્લામાં નલ સે જલ યોજનાનો ફિયાસ્કો થયો તેમા કીડીયા ગામ પણ બાકાત નથી.