દાહોદ મોટી ખરજ ગામે પીકઅપ માંથી 4.98 લાખના ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ, દાહોદ તાલુકાના મોટી ખરજ ગામેથી દાહોદ એલસીબી પોલીસે એક પીકપ ફોરવીલર ગાડીમાંથી વિદેશી દારૂ કિંમત રૂપિયા રૂા.4,98,720 ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી પોલીસે કુલ રૂપિયા 9,98,720 નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા, જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા, જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ હાલ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ તાલુકાના મોટીખરજ ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક પીકપ ફોરવીલર ગાડી પસાર થતા પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાની સાથે તેને ચારે બાજુથી ઘેરી લઈ કાઢીને ચાલક રાજાભાઈ ગલચંદભાઈ બારીયા (રહે. વરમખેડા, બારીયા ફળિયુ, તા. જી.દાહોદ) ની પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જોવા મળ્યો ન હતો જેથી પોલીસે તેના કબજાની પીકપ ફોરવીલર ગાડીની તલાસી લેતા તેમાંથી પોલીસને વિદેશી દારૂની કુલ બોટલો નંગ.3,576 જેની કુલ કિંમત રૂપિયા 4,98,720ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી રૂપિયા 9,98,720 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી ની કાર્યવાહી હાથ ધરી છે.