દાહોદ,આરોગ્ય શાખા જીલ્લા પંચાયત દાહોદ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું. લાંબો સમય તડકામાં ન રેહવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં. ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.
અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો નીચે મુજબ છે.
- ગરમીની અળાઈઓ
- ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
- માથાનો દુખાવો, ચક્કર આવવા
- ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી.
- સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી.
- ઉબકા અને ઉલટી થવી.
“વારંવાર પાણી પીશું ગરમીથી બચીશું”