દાહોદ, દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં છેલ્લા 08 દિવસથી કડાણા પાઇપ લાઇનમાંથી પાણી આપવા માટે નગરપાલિકા દાહોદ દ્વારા પાણી પૂરૂં પાડવામાં અસમર્થ રહેતા દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જીલ્લા કલેકટરને આ મામલે આયોજનપત્ર આપ્યું હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જીલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારની ભોળી જનતા આજે 07 (સાત) દિવસથી કડાણાની લાઇનથી પાણી આપવા માટે નગરપાલિકા દાહોદ વેખલા કરે છે. આ સમસ્યા છેલ્લા 30 મહિનાથી ચાલી રહી છે. આપને અમોએ અગાઉ પણ લેખિતમાં કુલ 04 (ચાર) રજુઆતો કરેલ છે. તા. 3/1/23, તા. 19/6/23, તા.7/7/23 તથા તા.26/9/23ના રોજ આપને લેખિત માં આપેલ છે. આ સાથે અમારી આજની પાંચ (5) મી અરજી છે. શું આ અમારી પાટાડુંગરી પાણીની લાઇનનું પીવાનું પાણી નથી મળી શકતું ? પહેલાના સમયમાં તો આ જ લાઈનનું પાણી ગોદીરોડ વિસ્તારને મળતુ હતું. દાહોદ શહેર સ્માર્ટ સીટી જાહેર થયા બાદ કડાણાથી પીવાનું પાણી પહેલા અમોને સારા ફોર્સથી તથા રેગ્યુલર અપાતું હતું, પરંતુ છેલ્લા 30 મહિનાથી અમારા ગોદીરોડ વિસ્તારની ભોળી જનતાને કડાણાના પાણી માટે વેખલા કરવા પડે છે. અમો આપને અરજી ધ્વારા પાટાડુંગરી પીવાના પાણીના સપ્લાય માટે ફરીથી જોડાણ કરવા માટે અરજ કરેલ છે, પણ આપ અમારી અરજીને ધ્યાને લેતા નથી. આ પાટાડુંગરીના પીવાના પાણીના સપ્લાયને કયા કારણોથી ફરીથી અમારા ગોદીરોડ વિસ્તારમાં જોડાણ કરવામાં આવતુ નથી ? આ ભા.જ.5.ની સરકાર કેન્દ્રમાં છે ત્યારે દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારના લોકોને પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તે માટે દાહોદ જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.