- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ લીંક https;//sportsauthority.gujarat.gov.in પર સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.
નડિયાદ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજના અમલમાં છે. જેવી કે, સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ અને રાજયના એસોસીએશન દ્વારા આંતર રાષ્ટ્રીયકક્ષા રાષ્ટ્રીયકક્ષા, અને રાજ્યકક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિહજી બારીયા એવોર્ડ, રાજ્યના સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ અને એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃતિ અને રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓને માટે વૃતિકા આપવાની, નિવૃત રમતવીરોને પેન્શન આપવાની, રાજ્યના રમતગમત મંડળોને માન્યતા અને અનુદાન, વ્યાયામ શાળાઓને માન્યતા અને અનુદાન, અંબુભાઈ પુરાણી એવોર્ડ, આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતના ખેલાડીઓને આર્થિક સહાય. આમ આ યોજનામાંથી લાભ લેવા માંગતા ખેલાડીઓ પાસેથી સને વર્ષ 2024-25 ના વર્ષ માટે અરજી મંગાવવામાં આવે છે.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ લીંક https://sportsauthority.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરવા માટે રમતવીરો, વ્યાયામ મંડળો, વ્યાયામ શાળાઓ, રમતના માન્ય મંડળો તેમજ શાળાઓમાં તમામ ખેલાડીઓને મહત્તમ લાભ મળે તે હેતુથી રજીસ્ટ્રેશન કરાવવા ખેડા જીલ્લાના અરજદારોને દર્શાવેલ લીંક પર જઇ સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન/અરજી કરાવવા જીલ્લા રમતગમત અધિકારી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મરીડા-ભાગોળ, નડીઆદ, જી. ખેડા દ્વારા જણાવવામાં આવે છે.