મહિસાગર જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં Anti-Terrorism Day નિમિત્તે શપથ ગ્રહણ કરાયા

લુણાવાડા, Anti-Terrorism Day અંત્ગત દર વર્ષે 21 મે ના રોજ રાજ્યની તમામ કચેરીઓમાં રાષ્ટ્રમાં સામાજીક સદભાવના, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે શપથ ગ્રહણ કરવામાં આવે છે. જે અંતર્ગત આજે જીલ્લા સેવા સદન મહીસાગર ખાતે જીલ્લા કલેકટર નેહાકુમારીની અધ્યક્ષતામાં Anti-Terrorism Day નિમિત્તે કલેકટર કચેરીના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓને આતંકવાદ વિરોધી શપથ લેવડાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજ રોજ જીલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં Anti-Terrorism Day ના ભાગરૂપે આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવ્યા હતા. જેમાં જીલ્લાની તમામ સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ શપથ લીધા હતા.