મોરવા(હ) તાલુકામાં મહિલાનું અપહરણ કરી નિર્વસ્ત્ર કરી નગ્ન ફેરવવાના ગુનાના 6 આરોપીઓના રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

મોરવા(હ),મોરવા(હ) તાલુકામાં મહિલાનું અપહરણ કરી જાહેરમાં નગ્ન ફેરવવાનુંં કૃત્ય કરનાર 6 આરોપીઓ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી જયુડીશીયલ કસ્ટડીમાંં મોકલી આવામાં આવ્યા હતા. તેવા 6 આરોપીઓ રેગ્યુલર જામીન મેળવવા માટે પંચમહાલ જીલ્લા સ્પે.જજ આર.જે.પટેલની કોર્ટમાં અરજી દાખલ કરેલ આ જામીન અરજીની સુનાવણીમાં જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરાઈ.

મોરવા(હ) તાલુકામાં મહિલાનું અપહરણ કરી જાહેરમાં નગ્ન ફેરવવાની કૃત્ય કરનાર આરોપીઓ નંદાબેન પારસીંગભાઇ મકવાણા, સવિતાબેન શાંતિલાલ વળવાઈ, કૈલાશબેન વિનોદભાઇ વળવાઈ, શંકરભાઈ ગંગાભાઇ વળવાઈ, સુમિત્રાબેન રોહિતભાઇ વળવાઈ, મંજુલાબેન ઉર્ફે મંજુબેન ચંદુભાઇ વળવાઈ દ્વારા મહિલાનુંં અપહરણ કરી ઝાડ સાથે સાદી અને દોરડા વડે બાંધી ગાળો આપી મહિલાને નિર્વસ્ત્ર કરી મારમારીને વરધોડો કાઢવામાં આવ્યો હોય. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાંં આવ્યા હતા અને પોલીસ દ્વારા ચાર્જશીટ રજુ કરતાં આરોપીઓ દ્વારા રેગ્યુલર જામીન અરજી પંચમહાલ જીલ્લા સ્પે.જજ આર.જે.પટેલની કોર્ટમાં રજુ કરેલ તે કેશ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોર એ વિગતવાર દલીલો કરતાં કોર્ટ દ્વારા આરોપીઓના જામીન અરજી નામંજુર કરાઈ હતી. આરોપીઓની જામીન અરજી રદ થતાં આરોપીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.