જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી પ્રેમ કરતી રહીશ’ સિદ્ધાંત વીર સૂર્યવંશીની પત્ની ભાવુક થઇ

મુંબઇ,

ટેલિવિઝનનો જાણીતો ચહેરો સિદ્ધાંત વીર સૂર્યવંશી હવે આપણી વચ્ચે નથી. તેમની આકસ્મિક વિદાયથી તેમના પરિવારની સાથે-સાથે ટીવી જગતમાંથી પણ ઘેરો આઘાત લાગ્યો છે. આવી સ્થિતિમાં હાલમાં જ તેની પત્ની એલિસિયા રાઉતે તેના પતિને યાદ કર્યા છે. હા, એલિસિયાએ દિવંગત અભિનેતાને યાદ કરીને એક ભાવુક પોસ્ટ શેર કરી છે, જેને વાંચીને બધા ચોંકી ગયા છે. જણાવી દઈએ કે ૧૧ નવેમ્બરના રોજ સિદ્ધાંતને અચાનક જ છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો, જેના પછી તેનું મૃત્યુ થયું હતું.

તમને જણાવી દઈએ કે, એલિસિયા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પરથી ખબર પડી રહી છે કે, સિદ્ધાંતના જવાથી તે સંપૂર્ણપણે તૂટી ગઈ છે. તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ નોટ શેર કરી છે. જેમાં તેણે તે બધું લખ્યું છે જે તે આ સમયે અનુભવી રહી છે. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૭માં બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના ૫ વર્ષ પછી ભાગ્યે જ કોઈ આ ભયંકર ફટકો સહન કરી શકે.

તેની પોસ્ટમાં, તેને લખ્યું, “હું તને ખૂબ પ્રેમ કરું છું. હું જીવતો રહીશ ત્યાં સુધી પ્રેમ કરતો રહીશ.” આ પોસ્ટની સાથે એલિસિયાએ પોતાનો અને સિદ્ધાંતનો એક ફોટો પણ શેર કર્યો છે. જેના વિશે તેણે લખ્યું કે, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ અમે આ પહેલો ફોટો સાથે ક્લિક કર્યો હતો. આ દિવસથી તમે હંમેશા ઈચ્છતા હતા કે હું હસું અને મારું જીવન ખુશીથી જીવું. જીવનમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરૂં, હંમેશા લિમિટને આગળ વધારવાનો પ્રયાસ કરતી રહું. આટલું જ નહીં, પોતાના મનની વાત શેર કરતાં એલિસિયાએ આગળ કહ્યું, “તમે હંમેશા મારું યાન રાખ્યું અને મને સમયસર ખાવાનું યાદ કરાવ્યું. તું જ એકમાત્ર એવો માણસ હતો જેણે કોઈ પણ જાતના ડર વિના મારો હાથ પકડ્યો અને હંમેશા મારી પડખે ઉભો રહ્યો. તમારી સાથે હું બાળક બની ગઈ હતી. હંમેશા તમારું યાન ઇચ્છતી હતા. હું જાણું છું કે તમે હંમેશા મને દેવદૂત તરીકે માર્ગદર્શન આપશો. કારણ કે તમે મને પ્રેમની સાચી વ્યાખ્યા શીખવી છે. એલિસિયાની આ પોસ્ટ વાંચીને દરેક લોકો ભાવુક થઈ રહ્યા છે.