તે પ્રાઈમ મિનિસ્ટર નથી ક્રાઈમ મિનિસ્ટર છે નેતન્યાહૂ સામે ઇઝરાયેલમાં જાગેલો વિરોધ વંટોળ

તેલઅવીવ, ગાઝા પટ્ટીમાં ઘમાસણ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઉપર તેની કેબિનેટ, ઇઝરાયલના ગાઢ મિત્રો યુદ્ધ પછીનાં આયોજન વિષે વિચાર કરવા અનુરોધ કરે છે. પરંતુ હજીયે હમાસ યુદ્ધનો અંત દેખાતો નથી.તેવામાં શનિવારે જ નેતન્યાહૂની વૉર કેબિનેટના સભ્ય અને નેતન્યાહૂના રાજકીય વિરોધી બેની ગેન્ટઝે કહ્યું હતું કે ’જો ગાઝામાં નાગરિક વહીવટ સ્થાપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જે યોજના ઘડાઈ હતી, તે પ્રમાણે નહીં વર્તવામાં આવે તો તેઓ જુનની ૮મીએ કેબિનેટમાંથી ત્યાગપત્ર આપી દેશે.

દરમિયાન ઇઝરાયલનાં પાટનગરમાં હજ્જારો નાગરિકોએ આ ઘાતકી યુદ્ધ બંધ કરવા અંગે દેખાવો યોજ્યા હતા અને નેતન્યાહૂનાં ત્યાગ પત્રની માગણી કરતાં નારાઓ લગાવ્યા હતા કે તે પ્રાઈમ મિનિસ્ટર નથી, ક્રાઈમ મિનિસ્ટર છે’ આ સાથે તેઓએ દેશમાં ચૂંટણી યોજના માટે પણ નારા લગાવ્યા હતા.

બીજી તરફ ઇઝરાયલની કેબિનેટમાં ત્રીજા સ્થાને રહેલા, ઓએલ ગેલન્ટે પણ પેલેસ્ટાઇનનાં વહીવટી તંત્ર માટે યોજના ઘડવા કહ્યું હતું. તાજેતરમાં જ આપેલાં એક પ્રવચનમાં તેઓએ કહ્યું હતું કે ઇઝરાયલ ગાઝા-પટ્ટીનો વહીવટ સંભાળે તે હું સ્વીકારી જ શક્તો નથી.

બીજી તરફ પેલેસ્ટાઇનીઓને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપતાં પહેલા સઉદી અરબસ્તાન અને અન્ય અરબદેશોએ કરેલાં સૂચન કે પેલેસ્ટાઇની વહીવટીતંત્રને સુવ્યવસ્થિત કરવું જોઇએ. તે સૂચનને અમેરિકાએ સમર્થન આપ્યું હતું.

પ્રાપ્ય માહિતી અનુસાર અમેરિકામાં નેશનલ સિક્યુરીટી એડવાઇઝર જેક સુલિમાન તેઓની ઇઝરાયલની મુલાકાત દરમિયાન રવિવારે (આજે) તે યોજના રજૂ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.

હજી સુધી તો નેતન્યાહૂએ કોઈ પણ દરખાસ્તને સ્વીકારી નથી પરંતુ એવું પણ અનુમાન બંધાતુ હતું કે કદાચ ભારે દબાણને લીધે નેતન્યાહૂને દરખાસ્ત સ્વીકારે ત્યાં જ નેતન્યાહૂએ જ હૂંકાર કરતાં કહી દીધું છે કે ગેન્ટઝની શરતો તો ઇઝરાયલના પરાજય સમાન છે તેથી મોટા ભાગના બંધકોને તેમનાં નસીબ ઉપર પડતા મુકવા જેવું છે. સાથે હમાસને તો યથાવત જ તે રહેવા દેશે અને પેલેસ્ટાઇની રાષ્ટ્ર સ્થપાઈ રહેશે.

આ ઉપરથી કેટલાક ચિંતકો તો તેવી આશંકા સેવે છે કે ભલે નેતન્યાહૂ ગમે તે કહે ભલે પશ્ચિમના દેશો બહારથી ઇઝરાયલને યુદ્ધ બંધ કરવા કહે પ્રશ્ર્ન તે છે કે તો પછી અબજોનાં શો તેને શા માટે આપે છે ? આશંકા તે છે કે ગાઝાપટ્ટી કે વેસ્ટ બેક્ધમાંથી પેલેસ્ટાઇનીઓનો સફાયો કરવાની જ ગણતરી છે. તેમને ત્યાંથી હાંકી મુકવા પશ્ચિમ પણ ઇચ્છતું હશે.