સિંગાપોર, વિશ્વના ઘણા દેશોમાં કોવિડ -૧૯ રસી પરના પ્રશ્ર્નો વચ્ચે, સિંગાપોરમાં આ રોગચાળાના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. સિંગાપોરમાં કોરોનાના કેસ વધવાને કારણે ત્યાંની સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. COVID -૧૯ ચેપમાં નવો ઉછાળો આવ્યો છે, કારણ કે એક સાપ્તાહમાં કેસ લગભગ બમણા થઈ ગયા છે. આ માટે COVID વેરિઅન્ટ જવાબદાર હોવાનું કહેવાય છે.સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે શનિવારે ફરીથી માસ્ક પહેરવાની સલાહ આપી છે.
બીજી તરફ, ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસ ૫૭૬ છે. COVID વેરિઅન્ટના ૯૧ કેસ અહીં નોંધાયા છે. જો કે, ગંભીરતાનો કોઈ કેસ કે કોઈ અલગ લક્ષણો જોવા મળ્યા નથી. મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં COVID કેસ મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સરકાર નવી વેવની અસર પર નજર રાખી રહી છે.
કોરોના કેસ અગાઉના સપ્તાહના ૧૩,૭૦૦ થી લગભગ બમણા થઈને ૨૫,૯૦૦ થઈ ગયા છે. હોસ્પિટલમાં દાખલ કોવિડ -૧૯ દર્દીઓની સંખ્યા પણ ૧૮૧ થી વધીને ૨૫૦ થઈ ગઈ છે. હોસ્પિટલોમાં બેડની કોઈ અછત ન રહે તે સુનિશ્ચિત કરવા માટે, સરકાર ખાસ ધ્યાન આપી રહી છે.