હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી સહિત તમામના મોતની આશંકા, કાળમાળ મળી ગયો

તહેરાન, હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી સહિત તમામના મોતની આશંકા છે. અકસ્માત સ્થળે હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. જો કે, આની પણ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાના હેલિકોપ્ટર ક્રેશ બાદ સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેમના હેલિકોપ્ટરનો કાટમાળ એક ટેકરી પરથી મળી આવ્યો છે. હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાની આશંકા છે. જોકે, ઈરાને હજુ સુધી મૃત્યુના સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

આ દરમિયાન ઈઝરાયેલની ભૂમિકાને લઈને મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ ઈઝરાયેલની ન્યૂઝ એજન્સી કાને દાવો કર્યો હતો કે કોઈના બચવાની કોઈ શક્યતા નથી. આ પછી ઈઝરાયેલ પર શંકા વધુ વધી ગઈ.

જો કે, ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર ક્રેશની ઘટના અંગે ઈરાન તરફથી જે પણ અહેવાલો આવી રહ્યા છે તેના પર ઈઝરાયેલ નજીકથી નજર રાખી રહ્યું છે. ઈઝરાયેલ આ ઘટના પર કંઈ પણ ટિપ્પણી કરવાનું ટાળી રહ્યું છે. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈઝરાયેલે સ્પષ્ટ કહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશની આ ઘટનામાં તેની કોઈ ભૂમિકા નથી. ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે ઈરાનની અંદરના કેટલાક લોકો ક્રેશમાં ઈઝરાયેલની કથિત સંડોવણી વિશે કાવતરાના સિદ્ધાંતો ફેલાવવાનો પ્રયાસ કરશે.

આ દરમિયાન એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે, તુર્કીના ડ્રોન દ્વારા ક્રેશ સાઈટ શોધી કાઢવામાં આવી છે. જુલ્ફાના તાઈવાલ પાસે ક્રેશ સાઈટનું લોકેશન મળી આવ્યું છે. તુર્કીના બાયરાક્તર ડ્રોને લોકેશન શોધી કાઢ્યું છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રાયસી અઝરબૈજાનની મુલાકાતે હતા. તેમનું હેલિકોપ્ટર પૂર્વી અરેબિયાના જુલ્ફા શહેરમાં ક્રેશ થયું હતું. ઈરાનના રાષ્ટ્રપતિ રાઈસી સાથે ઈરાનના વિદેશ મંત્રી પણ હાજર હતા.

ઈઝરાયેલે કહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશની આ ઘટના ખરાબ હવામાનના કારણે બની છે. આ ઘટના સાથે અમારે કોઈ લેવાદેવા નથી. તમને જણાવી દઈએ કે આ ઘટના ઈરાનની રાજધાનીથી લગભગ ૬૦૦ કિલોમીટર ઉત્તર-પશ્ર્ચિમમાં અઝરબૈજાનની સરહદ પાસે આવેલા જોલ્ફા શહેરમાં બની હતી. રાયસી રવિવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા માટે અઝરબૈજાનમાં હતા. પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.